Heart Diseases: દિલની સમસ્યા વધારતા આ 7 કારણો વિશે તમે હશો અજાણ, જાણો અને બનો જાતે જ પોતાના દિલના ડોક્ટર
દિલની બીમારીઓ સ્નાયુ, ધબકારા, કાર્ડિયોમાયોપેથી અને હાર્ટ ફેલ્યરથી જોડાયેલી છે. કેટલીક ગંભીર કેસમાં રક્ત વાહિકાઓ પ્રભાવિત થાય છે અને સ્ટ્રોક લાગે છે. અનહેલ્થી ફુડ, કસરત ન કરવી અને વધુ પ્રમાણમાં ધુમ્રપાન કરવું દિલની બીમારીનું મુખ્ય કારણ છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં દિલની બીમારીથી પીડિત દર્દીઓની સંખ્યામાં વધી છે. લોકોને દિલની બીમારીઓ પાછળ થોડા જ કારણો ખબર હોય છે. જેવા કે અનહેલ્થી ફુડ, કસરત ન કરવી અને વધુ પ્રમાણમાં ધુમ્રપાન કરવું. આ સિવાય અન્ય કારણો વિશે બહુ ઓછા લોકોને જાણ છે. પહેલાં હૃદયની બીમારીને વૃદ્ધોની બીમારીના સ્વરૂપમાં જોવામાં આવતી હતી. પરંતુ આજકાલ યુવાઓમાં પણ હૃદય સંબંધિત બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આવો જાણીએ દિલની બીમારીઓના અન્ય કારણો.
દિલની બીમારીઓ સ્નાયુ, ધબકારા, કાર્ડિયોમાયોપેથી અને હાર્ટ ફેલ્યરથી જોડાયેલી છે. કેટલીક ગંભીર કેસમાં રક્ત વાહિકાઓ પ્રભાવિત થાય છે અને સ્ટ્રોક લાગે છે. અનહેલ્થી ફુડ, કસરત ન કરવી અને વધુ પ્રમાણમાં ધુમ્રપાન કરવું દિલની બીમારીનું મુખ્ય કારણ છે. જો કે દિલની બીમારીઓના અન્ય કારણો પણ છે, જે અંગે બહું ઓછા લોકોને ખબર છે. આવો જાણીએ આ વિશે વિગતવાર.
Company Logo: કેમ AMAZON ના સ્પેલીંગની નીચે તીર જેવું નિશાન છે? શું કાંકરીયાની ડિઝાઈન અને SBIના લોગોનું છે કોઈ કનેકશન?
1) કાર, પ્લેન અને ટ્રેન
આશરે 50 ડેસીબલ અવાજ સ્વાસ્થ્ય પર બહુ અસર કરે છે. ટ્રાફિકનો અવાજ બ્લડ પ્રેશરને વધારે છે. લગ્ન પાર્ટીઓમાં સ્પીકરના સાઉન્ડ પણ નુકસાનકારક છે. જે લોકો પ્લેન અને ટ્રેનના કામ સાથે સંકળાયેલા છે, તેમને પણ હાઈ સાઉન્ડ વચ્ચે કામ કરવાનું રહે છે. જેને કારણે હાર્ટ ફેલ્યર પણ થઈ શકે છે. દર 10 ડેસીબલ વધતા દિલની બિમારી અને સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. આ વસ્તુઓ જણાવે છે કે તમારું શરીર તણાવ પર કેવી પ્રતિક્રિયા આપે છે.
2) માઈગ્રેન
માઈગ્રેનની સમસ્યા થવાથી સ્ટ્રોક, છાતીમાં દુખાવો અને હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. જો તમારા ઘરમાં કોઈને પણ દિલની બીમારી છે તો આનુવાંશિક રૂપથી આ બીમારી તમારા પણ આવી શકે છે. જો તમને માઈગ્રેન અને દિલની બીમારી બંને છે તો માઈગ્રેનમાં લેવાતી ટ્રિપટેન દવા ન લો. કારણ કે આ દવા રક્ત વાહિકાઓને સંકોચિત કરે છે. ડોક્ટરનો સંપર્ક કરી તેની યોગ્ય દવા લેવી જોઈએ.
3) હાઈટ ઓછી હોવી
સામાન્ય હાઈટથી 2.5 ઈંચ ઓછું હોવાને કારણે હૃદય રોગની સંભાવના આશરે 8 ટકા વધી જાય છે. નાના કદવાળા લોકોમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તપ વધું હોય છે. કારણ કે તેમની હાઈટ, ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડને નિયંત્રણ કરવામાં ઓવરલૈપ થઈ જાય છે.
4) એકલતા
ઓછા મિત્રો અથવા પોતાના સગા સબંધીઓથી નારાજ હોવાને કારણે પણ દિલની બીમારી અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. એકલતાને હાઈ બ્લડ પ્રેશન અને તણાવ સાથે રાખી જોવામાં આવે છે. જો તમે એકલતાની સમસ્યાથી પસાર થઈ રહ્યાં છો તો ખેલકૂદની ગતિવિધિઓમાં ભાગ લેવો અથવા આસપાસના લોકો સાથે સંપર્ક વધારવા તમારા માટે હિતાવહ છે.
5) લાંબા સમય સુધી કામ કરવું
જો લોકો સપ્તાહમાં ઓછામાં ઓછું 55 કલાક કામ કરે છે, તેમનામાં દિલની બીમારીનો ખતરો 35-40 કલાક કામ કરતા લોકોની સરખામણીએ વધી જાય છે. આના અનેક કારણો છે જેવા કે કામનું ટેન્શન અને વધારે સમય સુધી કોમ્પ્યુટર સામે કામ કરવું. જો તમે મોડી રાત સુધી કોમ્પ્યુટર અથવા મોબાઈલ યુઝ કરો છો અને શારીરિક રીતે સ્વસ્થ નથી તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. રાત્રે કોમ્પ્યુટર અથવા મોબાઈલને તમારાથી દૂર રાખવા જોઈએ. જેથી તેને વાપરવાની ઈચ્છા ન થાય. અને તમે શાંતિથી ઉંઘી શકો.
6) જડબામાં દુખાવો
મોઢાના બેક્ટેરિયા લોહી દ્વારા તમારી ધમનિયોમાં જઈ સોજો અપાવી શકે છે. આ કારણે તમને એથેરોસ્ક્લેરોસિસ થઈ શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જડબાની બીમારીનો ઈલાજ લોહીમાં સી-રીએક્ટિવ પ્રોટીનને ઓછો કરે છે. જેને કારણે ઈન્ફ્લેમેશન ઓછું થાય છે. કોલેસ્ટ્રોલ અને દિલની બીમારીઓની સારવારમાં ડોક્ટરો જડબાની સમસ્યા પર પણ ધ્યાન આપે છે.
7) ફ્લુનું દિલની બીમારી સાથે સંબંધ
2018માં એક સ્ટડી મુજબ ફ્લુ હોવાને કારણે એક સપ્તાહમાં લોકોને હાર્ટ એટેકની સંભાવના 6 ગણી વધી જાય છે. તેનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે ઈન્ફેક્શનથી લડવા દરમિયાન લોહી જામવા લાગે છે. આ કારણે ઈન્ફ્લેમેશન થવા લાગે છે અને હાર્ટ એટેક આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube