Heart Attack Symptoms: હૃદય રોગ દુનિયાભરમાં લોકોના મૃત્યુનું પ્રમુખ કારણ બની રહ્યું છે. હાર્ટ એટેકના કારણે મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી તો નાની વયમાં લોકોને હાર્ટ એટેક આવ્યાની ઘટનાઓ વધી રહી છે. જોકે હાર્ટ અટેક એવી સ્થિતિ છે જે અચાનક આવે છે પરંતુ તેના કેટલાક લક્ષણો શરીરમાં ઘણા બધા દિવસથી દેખાવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


જ્યારે હાર્ટ અટેક પહેલા શરીરમાં થતા આ ફેરફારોને ઇગ્નોર કરવામાં આવે તો પછી સ્થિતિ કંટ્રોલ બહાર થઈ શકે છે. પરંતુ જો હાર્ટ અટેકથી બચવું હોય તો તેના કેટલાક લક્ષણોને ઇગ્નોર કર્યા વિના યોગ્ય સારવાર લઈ લેવી જોઈએ. જો સમયસર આ લક્ષણોને ઓળખી અને ધ્યાન રાખવામાં આવે તો સ્થિતિ સુધરી શકે છે. આજે તમને જણાવીએ હાર્ટ અટેકના 10 દિવસ પહેલાં શરીરમાં કેવા કેવા સંકેત જોવા મળે છે. 


હાર્ટ એટેકના 10 દિવસ પહેલા દેખાતા લક્ષણો


આ પણ વાંચો: સવારે આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંક પીને કરો દિવસની શરુઆત, બ્લડ શુગર થશે કંટ્રોલ


ભારનો અનુભવ થવો 


એક રિસર્ચ અનુસાર હાર્ટ અટેક આવવાનો હોય તેના થોડા દિવસો પહેલા છાતીમાં અને છાતીની આસપાસ ભાર જેવો અનુભવ થાય છે. ઘણી વખત દર્દીને છાતીમાં નિચોડ, છાતીની વચ્ચેના ભાગમાં દુખાવાનો અનુભવ પણ થાય છે. આ દુખાવો થોડીવાર માટે થાય છે અને પછી મટી જાય છે. 


શરીરના અન્ય ભાગમાં દુખાવો 


હાર્ટ એટેકના થોડા દિવસ પહેલાં દર્દીને પીઠ, ખભા, હાથ, ગરદન અને જડબામાં પણ દુખાવો થાય છે. રિસર્ચ અનુસાર જ્યારે હાર્ટમાં કોઈપણ પ્રકારની સમસ્યા થાય છે તો ધમનીઓમાં અવરોધ ઉત્પન્ન થવા લાગે છે જેના કારણે શરીરના આ ભાગોમાં પણ દુખાવો રહે છે. 


આ પણ વાંચો: WHO એ કહ્યું.. આ પાવડર સેફ નથી, લગાડવાથી થઈ શકે છે કેન્સર, તમે તો નથી વાપરતાને આ ?


ચક્કર આવવા 


ચક્કર આવવા સામાન્ય વાત લાગે છે પરંતુ તે હાર્ટ એટેકનો ઈશારો પણ હોઈ શકે છે. જોકે દર વખતે ચક્કર આવવાનું કારણ હાર્ટ એટેક જ હોય તેવું નથી. જ્યારે પાણી ઓછું પીધું હોય, ઊંઘ ન થઈ હોય અને ભોજન પૂરતા પ્રમાણમાં ન થતું હોય તો પણ ચક્કર આવી શકે છે. પરંતુ ચક્કર આવવાની સાથે છાતીમાં દુખાવો કે ભારેપણું લાગતું હોય તો પછી ડોક્ટરનો સંપર્ક કરી લેવો. 


થાકનો અનુભવ 


ઘણા લોકોને અચાનક જ થાકનો અનુભવ થાય છે. રિસર્ચ અનુસાર હાર્ટ અટેક આવવાનો હોય તેના 10 દિવસથી 1 મહિના પહેલા સુધી દર્દી અચાનક થાક વધારે અનુભવવા લાગે છે. જોકે આ લક્ષણ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધારે જોવા મળે છે. 


આ પણ વાંચો: ફિશ ઓઈલ સપ્લીમેંટ વધારી શકે છે હૃદયની બીમારીનું જોખમ, આ રીતે હાર્ટ પર કરે છે અસર


અપચો કે ઉલટી 


અપચો, ઉલટી, ખાટા ઓડકાર જેવા લક્ષણો ગેસ્ટ્રીક સમસ્યામાં પણ થાય છે. પરંતુ આ લક્ષણો હાર્ટ એટેકના પણ હોઈ શકે છે. મોટાભાગના લોકો આ લક્ષણોને લઈને ગેરસમજમાં રહે છે. જો આ લક્ષણો વારંવાર જોવા મળે તો ડોક્ટર પાસે તપાસ કરાવી લેવી. 


પરસેવો થવો 


જ્યારે હૃદય સુધી પુરતી માત્રામાં રક્ત પહોંચતું ન હોય તો દર્દીને અચાનક પરસેવો થવા લાગે છે. પરસેવો થવાની ઘટનાને મોટાભાગના લોકો સામાન્ય સમજવાની ભૂલ કરે છે પરંતુ આ સંકેતને ઇગ્નોર કરવું ભારે પડી શકે છે. 


આ પણ વાંચો: Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ


ધબકારા વધી જવા 


જ્યારે હૃદય સુધી બ્લડ સપ્લાય થતું ન હોય તો અચાનક વ્યક્તિના ધબકારા વધી જાય છે. રિસર્ચ અનુસાર હાર્ટ એટેકના 10 દિવસ પહેલાં આ સ્થિતિ વધારે જોવા મળે છે. જેમાં અચાનક જ દર્દીને ધબકારા વધી ગયા હોય તેવો અનુભવ થાય છે અને ગભરામણ થવા લાગે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)