Symptoms Of Veins Blockage: નસોનું જાળુ આપણા આખા શરીરમાં ફેલાયેલું હોય છે. નસોનું કામ શરીરના તમામ અંગો સુધી લોહી અને જરૂરી પોષક તત્વો પહોંચાડવાનું હોય છે. આવામાં સ્વસ્થ રહેવા માટે નસો યોગ્ય રીતે કામ કરે તે ખુબ જરૂરી છે. જો નસોમાં કોઈ પણ પ્રકારની પરેશાની આવે તો અનેક પ્રમુખ અંગો પ્રભાવિત થઈ શકે છે. પરંતુ આજકાલ ખોટી ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે લોકો નસો સંબંધિત સમસ્યાઓ અનુભવી રહ્યા છે. આ સમસ્યાઓમાં નસોમાં બ્લોકેજ પણ સામેલ છે. નસોમાં બ્લોકેજનો અર્થ છે કે લોહી પહોંચાડતી વહીનીઓમાં અડચણ. આ કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થઈ શકતું નથી. નસોમાં બ્લોકેજ અનેક કારણે થઈ શકે છે. જેમ કે ખોટી ખાણીપીણી, શારીરિક ગતિવિધિની કમી, મોટાપો, હાઈ કોલેસ્ટ્રોલ અને ધ્રુમપાન વગેરે. નસોમાં બ્લોકેજ થવાના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધે છે. નસોમાં બ્લોકેજ થવા લાગે ત્યારે બોડી કેટલાક સંકેત આપે છે. જો સમયસર આ લક્ષણોને ઓળખી લેવામાં આવે તો જોખમ  ટાળી શકાય છે. જાણો આ લક્ષણો વિશે વિસ્તારમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છાતીમાં દુ:ખાવો
નસોમાં બ્લોકેજ થવાની સ્થિતિમાં વ્યક્તિને છાતીમાં દુ:ખાવો કે પછી ભારેપણું મહેસૂસ થાય છે. હકીકતમાં નસોમાં બ્લોકેજ થવાના કારણે હ્રદય સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજનવાળું લોહી પહોંચી શકતું નથી. જેના કારણે છાતીમાં દુ:ખાવો મહેસૂસ થઈ શકે છે. આ દુ:ખાવો હળવાથી લઈને ગંભીર સુધી હોઈ શકે છે. સામાન્ય રીતે તે છાતીમાં વચ્ચે થાય છે. જો તમને આવા લક્ષણ જોવા મળે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. 


શ્વાસ લેવામાં મુશ્કેલી
નસોમાં બ્લોકેજ થવાની સ્થિતિમાં શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. હકીકતમાં બ્લોકેજના કારણએ શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચી શકતો નથી. જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા શારીરિક ગતિવિધિ વખતે વધુ મહેસૂસ થાય છે. જો થોડી મહેનત કરો તો પણ શ્વાસ ફૂલવા લાગે તો તરત હેલ્થ એક્સપર્ટની મદદ લો. 


વધુ પડતો થાક અને નબળાઈ
વધુ પડતો થાક અને નબળાઈ મહેસૂસ થવી એ પણ નસોમાં બ્લોકેજનો સંકેત  હોઈ શકે છે. હકીકતમાં નસોમાં બ્લોકેજ હોવાના કારણે હ્રદયે લોહીને પંપ કરવામાં વધુ મહેનત કરવી પડે છે. જેના કારણે વ્યક્તિને વારંવાર થાક અને નબળાઈ મહેસૂસ થઈ શકે છે. જો તમે પણ આ પ્રકારનું લક્ષણ મહેસૂસ કરતા હોવ તો તરત તમારા ડોક્ટરનો સંપર્ક કરો. 


ચક્કર આવવા
નસોમાં બ્લોકેજ હોવાની સ્થિતિમાં ચક્કર આવવા કે બેહોશી જેવા લક્ષણ મહેસૂસ થઈ શકે છે. બ્લોકેજના કારણે માથા સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સીજન પહોંચી શકતો નથી. જેના કારણે ચક્કર આવવા કે બેહોશી થઈ શકે છે. જો તમને વારંવાર આવા સંકેત જોવા મળે તો તરત ડોક્ટર પાસે જાઓ. 


હાથ પગ ઠંડા થવા
જો તમારા હાથ પગ હંમેશા ઠંડા રહેતા હોય તો તે નસોમાં બ્લોકેજનો સંકેત હોઈ શકે છે. હકીકતમાં બ્લોકેજ થાય તો લોહીનું પરિભ્રમણ બરાબર થઈ શકતું નથી અને તેના કારણે હાથ પગ ઠંડા મહેસૂસ થઈ શકે છે. આ સિવાય અનેક લોકોને હાથ અને પગમાં દુ:ખાવો અને સોજાની સમસ્યા પણ થઈ શકે છે. જો મે આવા લક્ષણ મહેસૂસ કરતા હોવ તો તરત ડોક્ટર પાસે જઈને તપાસ કરાવો. ગફલતમાં રહેવું નહીં. બેદરકારી મોટી સમસ્યા સર્જી શકે. 


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.