Cardiac Arrest: દિલ માટે સૌથી ખરાબ સ્થિતિ! કાર્ડિયાક અરેસ્ટના 24 કલાક પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણ
Cardiac Arrest Symptoms: પુરુષો અને સ્ત્રીઓમાં કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો અલગ અલગ જોવા મળતા હોય છે. કાર્ડિયાક અરેસ્ટ હ્રદય માટે સૌથી ખતરનાક સ્થિતિ મનાય છે. જેના કારણે મોટાભાગના લોકોના મોત સારવાર પહેલા જ થઈ જાય છે.
Cardiac Arrest Symptoms: કાર્ડિયાક અરેસ્ટ એક એવી કન્ડિશન છે જેમાં વ્યક્તિનું હ્રદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં જો કોઈ વ્યક્તિને તરત સારવાર ન મળે તો તેનું મોત પણ થઈ શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે આ સાઈલેન્ટ બીમારીના લક્ષણ મહિલાઓ અને પુરુષોમાં એક જેવા હોતા નથી. તેમનું એમ પણ કહેવું છે કે કાર્ડિયાક અરેસ્ટથી પીડિત કેટલાક લોકોમાં લક્ષણો 24 કલાક પહેલા જ દેખાવવાના શરૂ થઈ જતા હોય છે.
એક સ્ટડી મુજબ કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો પુરુષો અને સ્ત્રીઓમાં મોટાભાગે અલગ અલગ જોવા મળે છે. કાર્ડિયાક અરેસ્ટ એ દિલ માટે સૌથી ખતરનાક સ્થિતિ મનાય છે. જેના કારણે મોટાભાગના લોકો સારવાર મળે તે પહેલા જ જીવ ગુમાવી દેતા હોય છે. અમેરિકામાં સીડર્સ સિનાઈ મેડિકલ સેન્ટરના સ્મિડ્ટ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના એક નવા રિસર્ચ મુજબ કાર્ડિયાક અરેસ્ટના એક દિવસ પહેલા પુરુષો અને મહિલાઓમાં અલગ સંકેત જોવા મળતા હોય છે. જેમ કે મહિલાઓને શ્વાસ લેવામાં મુશ્કેલી મહેસૂસ થાય છે. જ્યારે પુરુષોને છાતીમાં દુખાવાની સમસ્યા થતી હોય છે.
કાર્ડિયાક અરેસ્ટ પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો
જર્નલ લેન્સેટ ડિજિટલ હેલ્થમાં પબ્લિશ આ સ્ટડીમાં ભાગ લેનારા 50 ટકા લોકોએ કહ્યું કે તેમણે કાર્ડિયાક અરેસ્ટથી થોડા કલાક પહેલા શરીરમાં કેટલાક ફેરફાર મહેસૂસ કર્યા હતા. મહિલાઓએ શ્વાસ લેવામાં તકલીફ મહેસૂસ કરી હતી જ્યારે પુરુષોએ છાતીમાં દુખાવો મહેસૂસ કર્યો હતો.
કેલિફોર્નિયાના વેન્ચુરા કાઉન્ટીમાં સ્થિત બહુજાતીય સમુદાયો પર પ્રેસ્ટો સ્ટડી કરાયો હતો. જ્યારે ઓરેગનના પોર્ટલેન્ડમાં સ્થિત ઓરેગોનના અચાનક મોત પર એસયુડીએસ સ્ટડી કરાયો. સડન કાર્ડિયાક અરેસ્ટ એક્સપર્ટ ડો. સુમીત ચુઘે કહયું કે અમે 22 વર્ષ પહેલા SUDS સ્ટડી શરૂ કર્યો હતો. જ્યારે 8 વર્ષ પહેલા પ્રેસ્ટો સ્ટડી શરૂ કરાયો હતો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube