Heart AttacK Death : નાની ઉંમરે હાર્ટ એટેકની વધતી ઘટનાઓ વધી રહી છે. એકાએક ચાલતા ચાલતા, નાચતા-નાચતા, જમતા સમયે બીલ્લી પગે લોકોને મોત આવી રહ્યું છે. ત્યારે હવે હવે લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. હાર્ટ એટેકના વધતા કિસ્સા વચ્ચે હવે સામાન્ય કરતા 30 ટકા વધારે લોકો હૃદયના ટેસ્ટ કરાવતા થયા છે. જેમાં હાર્ટની સ્થિતિ જાણવા માટે ECG ઇકો અને TMT ટેસ્ટ કરવામાં આવે છે. ECG ટેસ્ટથી હાર્ટની વર્તમાન સ્થિતિ જાણી શકાય છે. તો ઈકો ટેસ્ટથી હાર્ટના ધબકવાની ક્ષમતા જાણી શકાય છે. જ્યારે TMT ટેસ્ટથી શરીર કેટલો શ્રમ કરી શકે તેમ છે તે જાણી શકાય છે. ત્યારે તબીબોનું માનવું છે કે નાની ઉંમરે લોકોના મોત કાર્ડીઆક એરેસ્ટના કારણે થઈ રહ્યા છે. કાર્ડીઆક એરેસ્ટ બાદ યોગ્ય સારવાર ન મળે તો 10 મિનિટમાં વ્યકિતનું મોત થાય છે. તો હાર્ટ એટેકના કિસ્સામાં યોગ્ય સારવાર મળે તો 95 ટકા દર્દીના જીવ બચી જાય છે. કોરોનાના લીધે આવા કેસમાં વધારો થયો છે. પોસ્ટ કોવિડ સિન્ડ્રોમના લીધે હૃદય, મગજ, કિડની, ડાયાબીટીસ અને હાઇ બ્લડ પ્રેશરના દર્દી વધ્યા છે..ત્યારે સમસયાંતરે યોગ્ય ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી બન્યું છે..
      
યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકેને પગલે હેલ્થ ચેકઅપનો વધ્યો રેશિયો વધ્યો છે. સામાન્ય કરતાં 30 ટકા વધારે લોકો હ્રદયના ટેસ્ટ કરાવતા થયા છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં હાર્ટ એટેકથી અવસાન પામાત લોકોના વીડિયો પ્રસારીત થતાં લોકોમાં જાગૃતતા આવી છે. આ વિશે એક્સપર્ટ ડો.યોગેશ ગુપ્તા કહે છે કે, હાર્ટની સ્થિતિ જાણવા માટે ઇસીજી ઇકો અને ટીએમટી ટેસ્ટ કરાવવા જરૂરી છે. ઇસીજી ટેસ્ટથી હાર્ટ એટેકની વર્તમાન સ્થિતિ જાણી શકાય છે. ઇકો ટેસ્ટની મદદથી હ્રદયના ધબકવાની ક્ષમતા જાણી શકાય છે. ટીએમટી ટેસ્ટથી માનવ શરીરનો કેટલો શ્રમ કરી શકે તે જાણી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તળાવમાં ડૂબવાની ઘટનામાં એકના એક પુત્રનું મોત, માહિતી મળતા જ પિતાને આવ્યો હાર્ટ એટેક


યુવાનોમાં હાર્ટના ટેસ્ટ વધવા અંગે તબીબ જણાવે છે કે, હાર્ટ એટેક નહી પણ કાર્ડીઆક એરેસ્ટના કારણે યુવાનોના મોત થઈ રહ્યાં છે. કાર્ડિઆક એરેસ્ટની ઘટનામાં હ્રદય બંધ પડી જાય છે. કાર્ડિયાક એરેસ્ટ થયાની 2.5 થી 6 મિનિટમાં હ્રદય ઇ રીવર્સેબલ ડેમેજ થાય છે. કાર્ડિયાક એરેસ્ટ બાદ યોગ્ય સારવાર ન મળેતો 10 મિનિટમાં વ્યકિતનું મોત થાય છે. કાર્ડિયાક એરેસ્ટ બાદ 2.5 થી 6 મિનિટમાં 90 થી 95 ટકા લોકોના મોત થાય છે. કાર્ડિયાક એરેસ્ટના 10 મિનિટ બાદ 100 ટકા વ્યક્તિનું મોત થાય છે. 


હાર્ટ એટેકેના કિસ્સામાં હ્રદયને લોહી ન પહોચતાં દુખાવો થાય છે. હાર્ટ એટેકના કિસ્સ્માં 95 ટકા દર્દીઓનો યોગ્ય સારવાર મળતાં દર્દીનો બચાવ થાય છે. 


હ્રદય બંધ પડવાના અનેક કારણો


  • કાર્ડિયાક એરેસ્ટથી

  • હ્રદયના સ્નાયુની ખોડ ખાંપણથી

  • શરીરમાં મીઠાની વઘઘટથી

  • હાર્ટ એટેકથી

  • હ્રદયના અનિયમિત ધબકારાથી 

  • હ્રદય અને મગજના સંબંધમાં વિક્ષેપ થવાથી 

  • કોઇ જન્મજાત ખોડ ખાંપણથી


દર્દીના મેડીકલ હિસ્ટ્રીના આધારે હ્રદયના ટેસ્ટ થાય છે. ઓબેસીટી, કોઇ વારસાગત બિમારી, લાઇફસ્ટાઇલ, બીપી અને ડાયાબીટીસની બિમારી પ્રમાણે ટેસ્ટ કરાય છે. કોવિડ બાદ અનેક પ્રકારના રોગમાં વધારો થયો છે. અનેક લોકો પોસ્ટ કોવિડ સિન્ડ્રોમનો ભોગ બન્યા છે. કોવિડ બાદ હ્રદય, મગજ, કિડની, ડાયાબીટીસ અને હાઇ બ્લડ પ્રેશરના દર્દી વધ્યા છે.