રોજ ભાત ખાવાથી આ 5 બીમારીઓનું વધે છે જોખમ, ભાતના શોખીનો ખાસ વાંચજો
Eating rice daily: જો તમને પણ રોજ ભાત ખાવા ગમતા હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. રોજ ભાત ખાવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક બીમારીઓનું જોખમ થઈ શકે છે.
અનાજ આપણા હેલ્ધી ડાયેટનો એક ભાગ છે. કારણ કે અલગ અલગ પ્રકારના અનાજમાં અનેક અલગ અલગ પ્રકારના પોષક તત્વો મળી આવે છે જેનાથી શરીરને ખુબ ફાયદો થાય છે. ચોખા પણ એવું જ એક અનાજ છે જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. પરંતુ આજકાલ લોકો સફેદ ભાત ખાવાનું પસંદ કરે છે. કારણકે તેનો સ્વાદ અને સુગંધ ખુબ સરસ હોય છે. સફેદ ચોખાનું સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક તો નથી પરંતુ જરૂર કરતા વધુ સેવન કરવું એ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આથી ખાસ કરીને જે લોકો રોજ ભાત ખાતા હોય તેમના શરીરને નુકસાન પહોંચવા લાગે છે અને શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ પણ પેદા થવા લાગે છે. આ લેખમાં અમે તમને રોજ ભાત ખાવાથી શું નુકસાન થઈ શકે તે વિશે જણાવીશું.
વજન ઝડપથી વધવું
સફેદ ચોખામાં કેલરીનું પ્રમાણ વધુ મળી આવે છે આથી તેનું જો રોજ અને તે પણ વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની સાથે સાથે શરીરનું વજન વધારવામાં પણ મદદ કરે છે. આ સાથે જ ભાત ખાવાથી ભૂખ જલદી લાગતી હોય છે જેના કારણે ઓવરઈટિંગનું જોખમ પણ રહેલું છે.
ડાયાબિટિસનું જોખમ
બહુ ઓછા લોકોને ખબર છે કે રોજ ભાતનું સેવન કરવાથી ડાયાબિટિસના જોખમને પણ તે વધારે છે. કારણ કે ચોખા હાઈ ગ્લાઈસેમિક ફૂડ છે અને જે લોકો તેનું રોજ સેવન કરતા હોય તેમનામાં ડાયાબિટિસ થવાનું જોખમ વધી જાય છે. જે લોકો પહેલેથી ડાયાબિટિસવાળા હોય તેમનામાં ભાતના રોજ સેવનથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે.
હાર્ટ ડિસિઝનું જોખમ વધવું
હાર્ટ એક્સપર્ટના જણાવ્યાં મુજબ સફેદ શુગરની જેમ સફેદ ચોખા પણ હાર્ટ માટે દુશ્મન હોય છે. ખાસ કરીને જે લોકો રોજ ચોખા ખાય છે તેમને હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. જો કોઈ વ્યક્તિ કે તેના પરિવારમાં પહેલેથી જ હાર્ટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ પછી જ સફેદ ચોખાનું સેવન કરવું જોઈએ.
કોલેસ્ટ્રોલ વધવું
સ્ટડી મુજબ સફેદ ચોથાના રોજ સેવન કરવાથી સીધી રીતે હાઈ કોલેસ્ટ્રોલનું કારણ બનતું નથી પંરતુ તેનું રોજ સેવન કરવાથી શરીરને તે કઈક એ રીતે પ્રભાવિત કરી શકે કે જેનાથી ડ્રાઈગ્લિસરાઈડ કે બેડ કોલેસ્ટ્રોલ લેવલ શરીરમાં વધવા લાગે છે. ખાસ કરીને જે લોકો પહેલેથી જ હાઈ કોલેસ્ટ્રોલથી પીડાતા હોય તેમણે સફેદ ચોખા પોતાના ડાયેટમાં સામેલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
મેટાબોલિઝમ સંબંધિત રોગ
સફેદ ચોખા રોજ ખાવાથી તમારા શરીરને અનેક અલગ અલગ પ્રકારે પ્રભાવિત કરી શકે છે અને તેમાં તમારી મેટાબોલિઝમ સિસ્ટમ પણ સામેલ છે. કેટલાક અભ્યાસમાં કહેવાયું છે કે જે લોકો રોજ ચોખા વધુ પ્રમાણમાં પોતાના ડાયેટમાં સામેલ કરે, તેમને મેટાબોલિક સિન્ડ્રોમ હોવાનું જોખમ વધી જાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube