ઝી બ્યૂરો, અમદાવાદઃ સારા વ્યક્તિત્વ માટે સારા શરીરની જરૂર હોય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે તમારું શરીર સારું હોય છે,  ત્યારે જ તમે સ્વસ્થ મહેસુસ કરી શકો છો. દરેક પ્રકારના ફળ સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે. દરેક ફળમાં અલગ અલગ ગુણધર્મો હોય છે, જેનાથી ઘણી બીમારી આપણાથી દૂર રહે છે. સારું શરીર મેળવવા માટે લોકો જીમમાં ઘણા કલાકો સુધી મહેનત કરે છે અને તેના માટે ઘણી બધી શક્તિની જરૂર પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ડ્રાયફૂટનો રાજા કહેવાય છે અખરોટ? જાણો અખરોટ ખાવાના અનેક ફાયદા


આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવીશું જેના સેવનથી ખુબ જ શક્તિ બની રહે છે. જે ફળ ઘણી જગ્યાઓ મળી આવે છે. દુનિયાનું સૌથી શક્તિશાળી ફળ છે ગુંદા. ગુંદા એ એક વનસ્પતિ છે. ગુંદાનાં ફળનું કદ અને આકાર સોપારી જેવાં જ હોય છે. ગુંદા મધ્ય ભારતના વનમાં જોવા મળે છે. તેનું એક વિશાળ વૃક્ષ હોય છે. અને તેના પાન પણ ચિકણા હોય છે. આદિવાસીઓ હંમેશા તેના પાનને કાચા જ ચાવતા હોય છે. તેનું સેવન દરરોજ કરવાથી શરીરમાં ક્યારેય કમજોરી નથી આવતી અને હાડકાની બીમારી પણ આના સેવનથી દુર થઇ જાય છે. ગુજરાતના આદિવાસીઓ ગુંદાના ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવે છે. અને તેને મેંદા, બેસન અને ઘી સાથે મેળવીને લાડું બનાવે છે.


જો તમે શેમ્પૂનો ઉપયોગ કરતા હોવ તો સૌથી પહેલાં જાણીલો આ વાત, નહીં તો પછતાશો


ગુંદાના મુખ્યત્વે બે પ્રકાર છે 
1- મોટો ગુંદો, 2-નાની ગુંદીના નામથીઓળખાતી જાત. ગુંદાના ઝાડનું લાકડું અત્યંત ચિકણું અને મજબૂત હોય છે. ઇમારતી કામ માટે ગુંદાના ઝાડનાં લાકડાંમાંથી તખ્તા બનાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત અન્ય કેટલીક ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવા માટે પણ કરાય છે. ગુંદાની ચીકાશને કારણે ભલે તે અડવા ન ગમે પણ ગુણ-કર્મને ધ્યાનમાં રાખીએ ઘણાં ફાયદા થાય છે.


Eating Habits: જમ્યા બાદ ના કરો આ ભૂલ, નહીં તો ઓછી થઈ જશે ઉંમર


ગુંદાના ફાયદા
1) આ ફળ એન્ટી ઓક્સીડન્ટથી ભરેલું છે જેના કારણે તે આપણા મગજને તેજ કરે છે. અને તેમાં આયર્નની માત્ર ભરપુર પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરમાં લોહીની માત્રા વધારે છે. તેથી જો આ ફળ તમારી આસપાસ માં મળતું હોય તો તેનું સેવન જરૂર કરવું. 


2) વીંછીના ડંખ પરગુંદાની છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે. નાનાં જીવજંતુ, મધમાખી વગેરેના ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરંત રાહત આપે છે. મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર પીવાથી પાચનતંત્રને સુધારી શકાય.


3) કબજીયાતની સમસ્યામાં ફાયદાકારકઃ ગુંદાનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે...ગુંદાને શાક તરીકે નિત્ય ખાવાથી આતરડામાં ચીકાશ પેદા થાય છે. જેથી કબજીયાત દૂર થઈ જાય છે.આંતરડામાં સરકી શકે છે.


4) રકત્તપિત્તઃ રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્ત દૂર થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે. મૂત્રલ અને પિત્તશામક ગુણને કારણે ગુંદા એ પેશાબ અટકીને આવતો હોય, પથરી હોય કે પેશાબમાં બળતરાની વારંવાર તકલીફ્વાળાં દર્દીમાં લાભદાયી છે.


5) પિત્તશામક અને રકતશુધ્ધિ કરવાના ગુણને લઈને તમામ પ્રકારના ચામડીના રોગના દર્દી જો ખોરાકમાં ગુંદાનો શાક તરીકે વધુમાં વધુ ઊપયોગ કરે તો તેને ઝડપથી ફાયદો થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube