Health Tips: ડાયાબિટીસ ગંભીર બીમારીઓમાંથી એક છે. જો ડાયાબિટીસમાં બ્લડ સુગર સતત હાય રહેતું હોય તો તેના કારણે વ્યક્તિનો જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. એક વખત આ સમસ્યા થઈ જાય તો જીવનભર સતાવે છે. ડાયાબિટીસનો એક જ ઈલાજ છે કે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી તેના ગંભીર લક્ષણોથી બચવાનો પ્રયત્ન કરવામાં આવે. આયુર્વેદમાં કેટલીક એવી જડીબુટ્ટીઓ વિશે કહેવાયું છે કે જે સુગર લેવલને હંમેશા કંટ્રોલમાં રાખે છે. આ જડીબુટ્ટીઓની કોઈ આડઅસર પણ હોતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુર્વેદમાં દર્શાવેલી આ જડીબુટ્ટીઓનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. સાથે જ આ જડીબુટીઓ કિડની, હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓ થવાનું જોખમ પણ ટાળે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ જડીબુટીઓ છે જે ડાયાબિટીસ માટે રામબાણ દવા છે.


આ પણ વાંચો: Health Tips: બંધ નાક 5 મિનિટમાં ખુલી જશે, ટ્રાય કરો આ આયુર્વેદિક ઉપાય


બારમાસી


આયુર્વેદમાં બારમાસીને ખૂબ જ ગુણકારી કહેવામાં આવી છે. આ છોડના મૂળનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો બ્લડ સુગરની સમસ્યા જળમૂળથી દૂર થઈ શકે છે. તેનું સેવન કરવાથી શરીરમાં નેચરલ ઇન્સ્યુલિન પ્રોડક્શન વધે છે. જેના કારણે બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. આ બધા જ ફાયદા મેળવવા માટે નિયમિત રીતે તેનું ચૂર્ણ સવારે હુંફાળા પાણી સાથે લેવું જોઈએ. આ ચૂર્ણ લેવાની શરૂઆત કરશો એટલે થોડા જ સમયમાં તમને તેની અસર દેખાવા લાગશે.


આ પણ વાંચો: કાચી ડુંગળી વિના ગળે નથી ઉતરતું જમવાનું ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ


ગુડમાર


ગુડમાર પણ બ્લડ સુગર માટે મહત્વપૂર્ણ ઔષધી છે. તેનું નિયમિત સેવન કરવાથી બોડીમાં ઇન્સ્યુલિન પ્રોડક્શન વધે છે. તેનું સેવન કરવાથી સ્નાયુ અને લીવર સંબંધિત સમસ્યાઓ પણ વધતી અટકે છે. તેનું સેવન કરવાથી ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો થાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.


આ પણ વાંચો: સવારે પીવો આ 5 ડ્રિંક્સ, હળવું ફુલ જેવું થઈ જશે પેટ, આખો દિવસ રહેશો ફ્રેશ


વિદારીકંદ


વિદારીકંદમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે ઇન્સ્યુલિન સ્ત્રાવ અને સંવેદનશીલતામાં વધારો કરે છે. તે ડાયાબિટીસના લક્ષણોને અટકાવે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. આ ઔષધી હૃદયને હેલ્થી રાખે છે. તેનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ ઘટી જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)