નવી દિલ્લીઃ વર્ષોથી આપણે ત્યાં કોઈપણ બીમારી કે સ્વાસ્થ્ય સમસ્યાના નિવારણ માટે ઘરગથ્થુ ઉપચારો અજમાવવામાં આવતા હોય છે. કેટલીક આર્યુર્વેદિક દવાઓ પણ વર્ષોથી આપણે ત્યાં રેગ્યુલર ઉપયોગમાં લેવામાં આવે છે. ઉલ્ટી, ઉબકા કે હેડકી આવે ત્યારે પણ આવી દવાઓ કે ઘરગથ્થુ ઉપચારનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. એવું કહેવાય છે કે, હેડકી આવે તો કોઈ તમને યાદ કરતું હોય છે. પણ એવું બિલકુલ નથી હોતું. જીવનશૈલીમાં બદલાવ આવવાથી, વધારે તણાવ લેવાથી અને ધૂમ્રપાન કરવાથી અચાનક હેડકી આવવા લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણાંના લોકો મોઢામાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી પરેશાન હોય છે. મોઢામાં આવતી દુર્ગંધનું કારણ બેક્ટેરિયા હોય છે. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે ભોજનના અમુક કણ દાંતોની વચ્ચે ફસાઈ જાય છે જેનાથી સડો થાય છે. અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. આ સમસ્યાને કારણે પણ વારંવાર હેડકી આવી શકે છે. તેમાંથી છૂટકારો મેળવવા માટે અમુક ઘરેલું નુસ્ખા છે.


મધનું સેવન કરોઃ
જો તમને સતત હેડકી આવી રહી છે તો એક ચમચી મધનું સેવન કરો. તેની મિઠાસ નર્વ્સને બેલેન્સ કરવામાં મદદ કરે છે. અને હેડકીમાં રાહત મળે છે.


લીંબુ કરશે મદદઃ
હેડકીને રોકવા માટે તમે લીંબુની મદદ લઈ શકો છો. લીંબુની પાતળી સ્લાઈસના રસનું સેવન કરો. તે હેડકી રોકવાનું કામ કરશે.


આઈસ બેગનો કરો ઉપયોગઃ
જો તમે હેડકીને રોકવા માગો છો તો ગળા પર આઈસ બેગ રાખો. તમે આઈસ બેગની જગ્યાએ ઠંડા પાણીના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી હેડકી રોકવામાં મદદ મળશે. 


વિનેગરનો કરો ઉપયોગઃ
હેડકી રોકવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે વિનેગરના બે ટીપા મોઢામાં નાખો. તે તરત જ હેડકીમાંથી રાહત આપશે.