Flaxseed And Cinnamon For High Cholesterol: આજકાલ કોલેસ્ટ્રોલ એક મોટી સમસ્યા બની ગઈ છે, દરેક ઉંમરના લોકો તેનો શિકાર બની રહ્યા છે. જ્યારે આપણા લોહીમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે, ત્યારે તે નસોમાં જમા થવા લાગે છે, જેનાથી બ્લડ ફ્લો પર અસર પડે છે.  લોહીને હૃદય સુધી પહોંચવા માટે ખૂબ જોર લગાવવો પડે છે, જે પહેલા બ્લડપ્રેશર વધારે છે અને પછી હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે આપણે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાના રસ્તાઓ શોધીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 2 વસ્તુઓ દ્વારા ઓછું કરો કોલેસ્ટ્રોલ 


તજ
તજનું રોજનું સેવન હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે સૌપ્રથમ આ મસાલાના ટુકડા લો અને પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસી લો અને તેને કાચના પાત્રમાં સ્ટોર કરો. સવારે ઉઠ્યા પછી એક ચપટી તજ પાવડર લો. તેના ફાયદા થોડા દિવસોમાં જોવા મળશે. જો કે, ધ્યાનમાં રાખો કે આ મસાલાનું વધુ પડતું સેવન ન કરો કારણ કે તેની તાસીર ગરમ હોય છે, જેનાથી શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે.


અળસી 
જો કે અળસી ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે જાણીતી છે, પરંતુ હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ચોક્કસપણે તેનો ઉપયોગ કરો. આ માટે અળસીના બીજ લો અને તેને એક સારા મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો અને પછી નવશેકા પાણીમાં એક ચમચી ફ્લેક્સસીડ પાવડર ભેળવીને રોજ પીવો. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટશે.. 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત-અનરાધાર પેટર્ન શું સૂચવે છે?
ટમેટાની ચોરી ન થાય તે માટે વેપારી રાખ્યા બોડી ગાર્ડ, ગ્રાહકોને આપી આવી ચેવતણી
વરસાદની સિઝનમાં લો મકાઈની મજા! જાણી લો મકાઈ ખાવાના મોટા ફાયદા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube