Hing Water Benefits: રસોડાના આ મસાલાને પાણીમાં મિક્સ કરી રોજ પીવાનું રાખો, શરીરની 3 સમસ્યા દવા વિના થશે દુર
Hing Water Benefits:હિંગનો વઘાર રસોઈનો સ્વાદ બમણો કરે છે. સાથે જ આ હિંગ શરીરની ઘણી બીમારીઓને દુર પણ કરે છે. આજે તમને હિંગના ઔષધીય ગુણ અને તેના ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. હિંગનો ઉપયોગ કરવાની બેસ્ટ રીત તેનું પાણી કરી તેનો ઉપયોગ કરવાની છે.
Hing Water Benefits: રોજિંદા જીવનમાં નાની મોટી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જો કે તેમાંથી મોટાભાગની સમસ્યા માટે લોકો ઘરગથ્થુ ઉપચાર કરવાનું પસંદ કરે છે. કારણ કે દરેક તકલીફ માટે ડોક્ટર પાસે જવું કોઈને પસંદ નથી હોતું. અન્ય એક કારણ એ પણ હોય છે કે આપણા ઘરના રસોડામાં ઘણા મસાલા એવા હોય છે જેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સમસ્યા દુર થઈ જાય.
આવો જ એક મસાલો છે હિંગ. હિંગનો વઘાર રસોઈનો સ્વાદ બમણો કરે છે. સાથે જ આ હિંગ શરીરની ઘણી બીમારીઓને દુર પણ કરે છે. આજે તમને હિંગના ઔષધીય ગુણ અને તેના ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. હિંગનો ઉપયોગ કરવાની બેસ્ટ રીત તેનું પાણી કરી તેનો ઉપયોગ કરવાની છે.
આ પણ વાંચો:
Health Tips: ડ્રાયફ્રુટ ખાતા પહેલા જાણો તેનાથી થતી આ 4 આડઅસરો વિશે
ખાલી પેટ કાચા સ્પ્રાઉટ્સ ખાવાથી શરીરને થાય છે નુકસાન, બદલો નાસ્તામાં ખાવાની આદત
ડાયાબિટીસના દર્દી માટે દવા જેવું કામ કરે છે આ પાણી, બ્લડ શુગર રહે છે કંટ્રોલમાં
હિંગનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. તેના માટે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે. હિંગનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીને થોડું ગરમ કરવું ત્યારબાદ તેમાં એક ચપટી હિંગ મિક્સ કરવી. બસ તૈયાર છે હિંગનું પાણી. આ પાણી હુંફાળુ ગરમ હોય ત્યારે તેને પી જવું.
હિંગના પાણીના ફાયદા
માથાનો દુખાવો દુર થાય છે.
જે લોકોને વારંવાર માથાના દુઃખાવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે હીંગનું પાણી ખૂબ જ ઉપયોગી છે. આ મસાલામાં એવા ગુણ હોય છે જે માથાની રક્ત વાહિનીઓમાં આવેલો સોજો ઓછો કરે છે. જેનાથી માથાનો દુખાવો દુર થાય છે.
શરદી અને તાવમાં રાહત
ગરમ પાણી અને હીંગનું સેવન કરવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ દુર થાય છે. આ સિવાય જો તમને શરદી, ઉધરસ અને તાવ હોય તો હિંગનું પાણી તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે.
વજન ઘટે છે
હિંગના પાણીનો ઉપયોગ કરવાથી તમે વધતા વજનને પણ અટકાવી શકો છો. કારણ કે તે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે અને વજનને કંટ્રોલ કરે છે. આ સાથે હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)