નવી દિલ્હી: દોડભાગ ભરેલી વ્યસ્ત જિંદગીમાંથી થોડો સમય પોતાના માટે સમય કાઢી વેકેશનની મજા પણ માણવી જોઇએ. કેમ કે, આ વેકેશનની મદદથી તમે ના માત્ર પોતાના સ્ટ્રેસથી તો દુર રહો છો પરંતુ સાથે સાથે તેનાથી હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે અને જેના કારણે તમે સ્વસ્થ રહો છો. મેટાબૉલિઝમ સિંડ્રોમ હાર્ટની બીમારીઓ માટે જોખમ કારકોને એક સંગ્રહ છે. જો તમારામાં તે વધારે છે તો તેમને હાર્ટની બીમારીઓથી થતા નુકસાનનો ખતરો વધારે રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનોવિજ્ઞાન અને સ્વાસ્થ્ય મેગેજીનમાં પ્રકાશિત કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, વેકેશનથી મેટાબૉલિઝમ સંબંધીત લક્ષણો ઓછા કરવામાં મદદગાર સાબિત થયા છે. જેના કારણે હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.


અમેરીકામાં સ્થિત સિરેક્યૂઝ વિશ્વવિદ્યાલયના સહાયક પ્રોફેસર બ્રાયસ હ્ય્રૂસ્કાએ કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે જે વ્યક્તિઓએ ગત 12 મહિનામાં ઘણી વખત રજાઓ લીધી છે. તેમનામાં મેટાબૉલિઝમ સિંડ્રોમ અને મેટાબૉલિઝમના લક્ષણોનું જોખમ ઘણું ઓછું થઇ જાય છે.

48 ની ઉંમરમાં વિદ્યાનો બેકલેસ અવતાર, PHOTOS જોઇ ફેન્સ થયા પાણી પાણી!!!!


તેમણે વધુમાં જણાવ્યું કે, મેટાબૉલિઝમ સિંડ્રોમ હાર્ટની બીમારીઓ માટે જોખમ કારકોને એક સંગ્રહ છે. જો તમારામાં તે વધારે છે તો તેમને હાર્ટની બીમારીઓથી થતા નુકસાનનો ખતરો વધારે રહે છે. આ મહત્વપૂર્ણ છે કે, આપણે વાસ્તવિકમાં એવું જોયું છે કે, વ્યક્તિ ઘણી વખત વેકેશન પર જાય છે. ત્યારે મેટાબૉલિઝમ સિંડ્રોમથી તેમને થતી હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો જોવા મળે છે. કેમ કે, મેટાબૉલિઝમ સંબંધિત લક્ષણો પરિવર્તનીય છે એટલે કે, તેને બદલી શકાય છે અથવા તો તેને નષ્ટ કરી શકાય છે. 


(ઇનપુટ: IANS)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube