Uric Acid: શરીરમાં જો સુગર કે કોલેસ્ટ્રોલ વધી જાય તો તે ગંભીર અને ઘાતક સમસ્યાનું કારણ બની શકે છે. તેવી જ રીતે જો યુરિક એસિડનું સ્તર વધી જાય તો તે પણ ખતરનાક સાબિત થાય છે. યુરિક એસિડ જ્યારે શરીરમાંથી બહાર નીકળી નથી શકતું તો તે નાના નાના ક્રિસ્ટલ બનીને સાંધામાં જામી જાય છે. યુરિક એસિડના કારણે સાંધામાં અસહ્ય દુખાવો પણ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips: ઉનાળામાં આ 5 વસ્તુઓ ખાવાનું ટાળવું, ખાવાથી થઈ શકે છે ડિહાઈડ્રેશન


સાથે જ હાથ કે પગમાં ઝંઝણાટી પણ થતી રહે છે. યુરિક એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થતું રસાયણ છે. યુરિક એસિડ મહિલાઓ અને પુરુષો બંનેમાં હોય છે પરંતુ તે યોગ્ય માત્રામાં રહે તે જરૂરી છે. યુરિક એસિડનું સ્તર વધી જાય તો શરીરના અલગ અલગ સાંધામાં તે જામી જાય છે. જે લોકોને વારંવાર યુરિક એસિડ વધી જતું હોય તેવો આ આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરીને યુરિક એસિડને કંટ્રોલ કરી શકે છે.


યુરિક એસિડને કંટ્રોલ કરવાની આયુર્વેદિક ટિપ્સ


આ પણ વાંચો: Black Grapes: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળી દ્રાક્ષ, જાણો આ સીઝનમાં ખાવાથી થતા ફાયદા


કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટી એવી છે જે યુરિક એસિડને કંટ્રોલ પણ કરે છે અને શરીરમાંથી બહાર પણ કરે છે. આ વસ્તુઓનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવામાં આવે તો સાંધામાં જામેલા ક્રિસ્ટલ પણ છુટા પડીને શરીરમાંથી નીકળી જાય છે. આ આયુર્વેદિક વસ્તુઓ છે ગોખરુ, સૂંઠ, મેથી, અશ્વગંધા. 


આ જડીબુટ્ટીનું ચૂર્ણ કરીને તેનું સેવન કરી શકાય છે અને કાઢો બનાવીને પણ તેને લઈ શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં વધેલું યુરિક એસિડ કંટ્રોલમાં આવે છે. 


આ પણ વાંચો: તાવ પછી ઝડપથી સાજા થવું હોય તો ન કરવી આ 3 ભુલ, આ ભુલના કારણે જ લાંબી ચાલે બીમારી


સૂંઠમાં જીંજરોલ હોય છે. તેમાં પોટેશિયમ, ઝીંક, આયરન, કેલ્શિયમ અને બીટા કેરોટીન પણ હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તેને ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. યુરિક એસિડમાં આદુનું સેવન કરવાથી પણ લાભ થાય છે.


સૂંઠનું સેવન કરવું હોય તો એક એક ચમચી સૂંઠ પાવડરમાં એક ચમચી મેથી દાણાનો પાવડર મિક્સ કરી આ ચૂર્ણનું નિયમિત સેવન કરવું. તેનાથી યુરિક એસિડ ઘટે છે. સાથે જ દુખાવો અને સોજો પણ ઉતરે છે. 


આ પણ વાંચો: દિવસની શરુઆત ચા કે કોફીથી નહીં આ 3 માંથી કોઈ એક જ્યુસથી કરો, શરીર રહેશે રોગમુક્ત


આ વસ્તુઓને અલગ અલગ પણ લઈ શકાય છે અને તેનું એક ચૂર્ણ બનાવીને પણ રાખી શકાય છે. જેમકે ગોખરું, સૂંઠ, મેથી અને અશ્વગંધાને સમાન માત્રામાં મિક્સ કરી પાવડર બનાવી લેવો. હવે આ ચૂર્ણને સવારે અને સાંજે એક એક ચમચી પાણી સાથે લેવું. નિયમિત તેનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલમાં આવી જશે.



(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)