Home Remedies For Cough: જ્યારે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય છે તો તેના કારણે વાયરલ ઇન્ફેક્શન પણ વધી જતું હોય છે. આવી સ્થિતિમાં શરદી, ઉધરસ સૌથી વધુ સતાવે છે. શરદી ઉધરસ થઈ જાય તો રોજના કામ કરવામાં પણ મુશ્કેલી થાય છે. સાથે જ આ સમસ્યા એવી છે જેનો ચેપ પણ ઝડપથી લાગે છે. જોકે રાહતની વાત કે છે કે શરદી ઉધરસ થાય તો તમે રસોડાની કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તુરંત જ રાહત મેળવી શકો છો. આજે તમને રસોડાની આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જે શરદી અને ઉધરસ ને તુરંત મટાડે છે. આ વસ્તુનું સેવન કરશો તો તમારે દવા પણ નહીં લેવી પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદી-ઉધરસ માટેના ઘરગથ્થુ ઉપાયો


આ પણ વાંચો: Diabetes: બાફેલી ડુંગળી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


લસણ અને મધ


લસણ અને મધમાં ઔષધીય ગુણ ભરપૂર માત્રામાં હોય છે. જે શરદી ઉધરસને મટાડવામાં મદદ કરે છે. મધમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે જે સંક્રમણ રોકે છે. જ્યારે લસણમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જે ઉધરસ મટાડે છે. 


આદુનો રસ


આદુના રસમાં અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઉધરસ ને તુરંત મટાડે છે. આદુના રસને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવાથી તુરંત જ આરામ મળે છે. 


આ પણ વાંચો: રોજ વધારે પ્રમાણમાં ભાત ખાતા હોય તો ચેતી જાજો, નહીં આ બીમારીઓની શરુ કરવી પડશે દવા


તુલસીનો રસ


તુલસીનો રસ પણ ઉધરસ ને દૂર કરવામાં મદદ કરે છે. તુલસીમાં ઇન્ફેક્શનને મટાડવાના ગુણ હોય છે. તુલસી શ્વાસ સંબંધિત સમસ્યા પણ મટાડે છે. તુલસીનો રસ પીવાની સાથે તમે તેના પાન ચાવીને પણ ખાઈ શકો છો. 


હળદર અને દૂધ


હળદર અને દૂધનું મિશ્રણ ઔષધી સમાન છે. જો ઉધરસ થઈ ગઈ હોય તો દર્દીને રોજ રાત્રે હળદર અને દૂધ પીવડાવવું જોઈએ. 


આ પણ વાંચો: મધમાં પલાળેલી કિશમિશ ખાવાથી થાય છે સૌથી વધુ લાભ, ફ્રેકચર થયું હોય તેમણે તો ખાસ ખાવી


ગરમ પાણી અને મીઠું


શરદી ઉધરસના કારણે જો ગળામાં દુખાવો રહેતો હોય તો ગરમ પાણીમાં મીઠું મિક્સ કરી દિવસમાં બે થી ત્રણ વખત કોગળા કરવાનું રાખો. આ રીતે કોગળા કરવાથી કફ છૂટો પડીને નીકળી જાય છે અને ગળાના દુખાવાથી પણ રાહત મળે છે.


આ પણ વાંચો: Fenugreek Water: રોજ મેથીનું પાણી પીવાથી શરીરની આ તકલીફો દવા લીધા વિના થાય છે દુર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)