આજકાલ ખોટી ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે લોકો અનેક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આ બીમારીઓમાંથી એક બીમારી છે ડાયાબિટીસ. આ એક એવી બીમારી છે જે થઈ જાય તો મૂળથી ખતમ કરી શકાય નહીં. ડાયાબિટીસ થાય ત્યારે પેનક્રિયાઝમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિન પ્રોડ્યુસ થઈ શકતું નથી. જેના કારણે બ્લડ શુગર લેવલ ઝડપથી વધવા લાગે છે. જો સમયસર આ બીમારીને કંટ્રોલ કરવામાં ન આવે તો તે શરીરના અનેક મહત્વના અંગોને ડેમેજ કરી શકે છે. એકવાર ડાયાબિટીસની સમસ્યા થાય તો ફક્ત દવાઓ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાથી તેને કંટ્રોલ કરી શકાય છે. આ ઉપરાંત કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી પણ બ્લડ શુગર લેવલ કંટ્રોલ થઈ શકે છે. આજે અમે તમને આ લેખમાં એવા જ એક કારગર ઘરેલુ નુસ્ખા અંગે જણાવીશું જે બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાયદાકારક છે આ બે વસ્તુ
ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે તમે દવાઓ ઉપરાંત કેટલાક સરળ ઉપાય પણ અજમાવી શકો છો. આ ઘરેલુ ઉપાયોમાં હળદર અને આંબળા પણ સામેલ છે. જી હા. બિલકુલ સાચી વાત. હળદર અને આંબળાનું મિશ્રણ ડાયાબિટીસના રોગીઓ માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બંનેનું એક સાથે સેવન કરવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. આંબળામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને હાઈપોગ્લાઈસેમિક ગુણ રહેલા છે. જે શરીરમાં વધેલા બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. આ સાથે તેના સેવનથી અચાનક શુગર સ્પાઈકના જોખમને ઓછું કરવામાં પણ મદદ મળે છે. જ્યારે હળદર પણ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પ્રભાવી હોય છે. અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે હળદરનું  સેવન કરવાથી ઈન્શ્યુલિન સંવેદનશીલતામાં સુધારો થાય છે. જેનાથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. નિયમિત રીતે હળદર અને આંબળાના મિશ્રણનું સેવન કરવાથી અનેક બીમારીઓમાંથી છૂટકારો મળી શકે છે. 


ડાયાબિટીસમાં કેવી રીતે કરવું સેવન
ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટ તમે હળદર અને આંબળાના પાઉડરને બરાબર પ્રમાણમાં લઈને સારી રીતે મિક્સ કરો. રોજ સવારે ખાલી પેટે એક ચમચી આ તૈયાર પાઉડરને એક ગ્લાસ હુંફાળા પાણીમાં મિક્સ કરીને સેવન કરો.  તમે ઈચ્છો તો આ પાઉડરનું સેવન ભોજનના એક કલાક પહેલા પણ કરી શકો છો. નિયમિત રીતે હળદર અને આંબળાનું સેવન બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ સાથે જ સ્વાસથ્યને અનેક ફાયદા થશે. 


Disclaimer: શરીરમાં વધેલા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે તમે હળદર અને આંબળાનું સેવન કરી શકો છો. જો કે ધ્યાન રાખવું કે જો તમારી સમસ્યા વધુ હોય તો આવી સ્થિતિમાં તમારે તમારા હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.


(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ હેલ્થ સાઈટ. કોમ)