Ringworm: ધાધર, ખરજવું, ખંજવાળ વગેરે સ્કિન ઈન્ફેકશન છે. ગરમીના કારણે આ સમસ્યાઓ વધી જતી હોય છે. મોટાભાગે આ તકલીફ હાથ, પગ કે પ્રાઈવેટ પાર્ટમાં થાય છે. જો ઉનાળામાં તમને પણ આ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે આ ઘરેલુ ઉપચાર કરી શકો છો. ઘરમાં રહેલી હળદર, ટમેટા, લીંબુ ત્વચાની સમસ્યા દુર કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ આ વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાધર, ખરજવું, ખંજવાળ માટેના ઘરેલુ ઉપચાર


આ પણ વાંચો: Headache: ઉનાળામાં વારંવાર દુખે છે માથું? આ 4 રીતે દવા વિના મટી શકે છે માથાનો દુખાવો


- ધાધર થઈ હોય તો તે જગ્યા પર મુલતાની માટી લગાડવી. તેનાથી ખંજવાળ અને રેડનેસ દુર થાય છે. મુલતાની માટીમાં ગુલાબજળ પણ મિક્સ કરી શકાય છે. 


- ત્વચાની સમસ્યાને દુર કરવા માટે ટમેટા અને લીંબુ પણ અસરકારક છે. બંનેના રસને મિક્સ કરી આમલીના બીના પાવડરમાં મિક્સ કરી ધાધરવાળી જગ્યા પર લગાવો. તેનાથી ધાધર વધતી અટકશે અને ધીરેધીરે મટી જશે.


આ પણ વાંચો: AC Side Effects: સવારથી સાંજ સુધી AC માં જ રહેવાથી આ 5 બીમારીઓ થવાની શક્યતા વધે


- ખૂબ ઓછા લોકો આ નુસખા વિશે જાણે છે. ગલગોટાના ફૂલની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાડવાથી એલર્જી સહિતની સમસ્યા મટે છે. આ ફુલમાં એટી એલર્જી અને એંટી ફંગલ પ્રોપર્ટી હોય છે. 


- કપૂર અને નાળિયેર તેલ ધાધર, ખરજવું, ખંજવાળ તુરંત મટાડે છે. તેના માટે કપૂરને વાટી તેમાં નાળિયેર તેલ મિક્સ કરો અને ત્વચા પર લગાવો. 


આ પણ વાંચો: આયુર્વેદની શક્તિશાળી જડીબુટ્ટી છે ચિત્રક, અનેક રોગ કરે છે દુર, જાણો તેના લાભ વિશે


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)