નવી દિલ્લી: ઊંઘને સંબંધિત ઘણી સમસ્યાઓ હોય છે. કેટલાંક લોકોને રાત્રે પુરતી ઉંઘ નથી આવતી. તો કેટલાંક લોકો સુઈ ગયા પછી ઉંઘમાં નસકોરા બોલાવતા હોય છે. રાત્રે ઉઘતા દરમિયા નસકોરા બોલાવાની અનેક લોકોને તકલીફ હોય છે. જોકે આ તકલીફથી ખુદ કરતાં અન્ય લોકો વધુ સહન કરતા હોય છે. રાત્રે ઉંઘતા દરમિયાન નસકોરાના અવાજથી બાજુમાં ઉંઘવા વાળા લોકોની ઉંઘ હરામ થઈ જતી હોય છે. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે ઉંઘતા દરમિયાન અંદરના સેલ્સના કાંપવાથી આ અવાજ આવતો હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારો પાર્ટનરનો નસકોરાનો અવાજ બંધ થઈ જાય તો આ ઘરેલુ ઉપાયને અપનાવો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નસકોરાના અવાજને બંધ કરવાના આ રહ્યાં ઘરેલું ઉપાય:


ફૂદીનો:
ફૂદીનો અનેક રોગનો રામબાણ ઈલાજ છે. ફૂદીના પાનને બાફીને પીવાથી નસકોરાનો અવાજ બંધ થઈ શકે છે.


હળદર:
હળદરથી અનેક બીમારીનો ઈલાજ થઈ શકે છે. નસકોરાની તકલીફમાં હળદર અસરકારક છે. તે માટે આપ રાત્રે ઉંઘતા પહેલા એક ગ્લાસમાં હળદરવાળુ દૂધ પી લો. આ પીળા મસાલામાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બાયોટિક ગુણ હોય છે. જેનાથી નાકનું કંજેશન દૂર થઈ જાય છે. જેનાથી નસકોરાનો અવાજ બંધ થઈ જાય છે.


ઑલિવ ઑઈલ:
ઑલિવ ઑઈલના ઔષધિ ગુણો વિશે આપણે બધા જ જાણીએ છીએ. તે સ્કિન માટે ખુબ જ અસરકારક છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે ઑલિવ ઑઈલથી નસકોરાનો અવાજ પણ પૂર્ણ થઈ જાય છે.  રાત્રે ઉંઘતા પહેલા ઑલિવ ઑઈલની કેટલાક ડ્રોપ્સને નાકમાં નાખી દો.


લસણ:
કદાચ તમને એ વાતની ખબર નહી હોય કે નોઝ સાયનસના કારણે નસકોરાની તકલીફ રહેતી હોય છે. તેવામાં લસણની કેટલીક કળિયા ખાવી જરૂરી છે. લસણની પીસીને પાણી સાથે પીવાથી નસકોરા બંધ થઈ જશે.
(નોંધઃ અહીં આપેલી તમામ માહિતી, નુસ્ખા સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 કલાક આ વાતની પુષ્ટિ નથી કરતું)