પેટમાં ગેસ અને અપચાના કારણે થાય છે દુખાવો ? તો રસોડાની આ 5 વસ્તુઓમાંથી ટ્રાય કરો કોઈ એક, તુરંત મળશે રાહત
Bloating: મોટાભાગે પેટની સમસ્યાઓનું કારણ ખાનપાનની ખોટી આદતો હોય છે. આ સમસ્યાને દુર કરવા માટે હેલ્ધી આહાર અને નિયમિત કસરત કરવી જરૂરી હોય છે. પરંતુ તેમ છતાં જો પેટમાં ગેસ વધે અને તબિયત ખરાબ થવા લાગે તો તમે રસોડાની આ 5 માંથી કોઈ એક વસ્તુ ટ્રાય કરી શકો છો. તેનાથી પેટની સમસ્યાથી તુરંત રાહત મળશે.
Bloating: મોટાભાગે પેટની સમસ્યાઓનું કારણ ખાનપાનની ખોટી આદતો હોય છે. ઘણા લોકોને પાચનની સમસ્યા વધારે હોય છે તેથી પેટ ફુલી જવું, ગેસ, અપચો જેવી તકલીફો વારંવાર થાય છે. આ સમસ્યાને દુર કરવા માટે હેલ્ધી આહાર અને નિયમિત કસરત કરવી જરૂરી હોય છે. પરંતુ તેમ છતાં જો પેટમાં ગેસ વધે અને તબિયત ખરાબ થવા લાગે તો તમે રસોડાની આ 5 માંથી કોઈ એક વસ્તુ ટ્રાય કરી શકો છો. તેનાથી પેટના ગેસથી તુરંત રાહત મળશે.
આખું જીરું
જો તમને પેટના દુખાવાથી તુરંત રાહત મેળવવી હોય તો તમે જીરાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક કપ પાણીમાં એક ચમચી જીરું મિક્સ કરી ઉકાળો. 5 મિનિટ પછી આ પાણી હૂંફાળું ગરમ હોય ત્યારે તેને ધીમે ધીમે પીવો.
આ પણ વાંચો:
જાન્યુઆરી 2024 સુધી મેષ સહિત આ રાશિઓએ રહેવું સાવધાન, અસ્ત મંગળ જીવનમાં વધારશે સમસ્યા
Navami Upay: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે નવમી પર કરો આ ઉપાય, દરેક સમસ્યા થશે દુર
રાશિફળ 23 ઓક્ટોબર: સોમવારે મેષ રાશિના લોકોએ રહેવું સમજીને, મિથુન રાશિનો ભાર થશે હળવો
વરીયાળી
સામાન્ય રીતે વરીયાળીનો ઉપયોદ આપણે મોંની દુર્ગંધ દુર કરવા માટે માઉથ ફ્રેશનર તરીકે કરીએ છીએ. વરિયાળીને ચાવવાથી પેટની સમસ્યા પણ દૂર થઈ શકે છે.
આદુ
રસોઈનો સ્વાદ વધારવા માટે આપણે આદુનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ આદુ પેટ માટે પણ ફાયદાકારક છે. આદુની હર્બલ ટી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પેટ ફૂલવાની સમસ્યા દૂર થઈ શકે છે.
લીંબુ
લીંબુ આપણા પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે પેટ ફૂલવાની સમસ્યાથી પીડાતા હોય તો એક ગ્લાસ નવશેકું પાણી લો અને તેમાં એક લીંબુ નીચોવી પી લો. આ પાણી શરીરને ડિટોક્સ કરશે અને પાચનની સમસ્યા પણ મટાડશે.
ફુદીનો
ફુદીનામાં ઘણા પ્રકારના આયુર્વેદિક ગુણો હોય છે. ઉપરાંત તે ઠંડી પ્રકૃતિ ધરાવે છે જે પેટની સમસ્યાઓમાં આરામ આપવામાં મદદ કરે છે. તેના માટે એક કપ ફુદીનાની ચા પી લેવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)