Health Tips: રસોડામાં રાખેલી આ વસ્તુથી મટી જાય છે શરદી-ઉધરસ, દવા લેવાની જરૂર નહીં પડે
Health Tips: આજે તમને વર્ષોથી ભારતીય પરિવારોમાં શરદી ઉધરસ માટે જે ઘરેલુ નુસખા વપરાય છે તેના વિશે જણાવીએ આ વસ્તુઓ ઘરના રસોડામાં જ ઉપલબ્ધ હોય છે અને તેનો ઉપયોગ કરવાથી કોઈ આડ અસર પણ થતી નથી.
Health Tips: વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ભાદરવા મહિનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં આ રીતે અચાનક ફેરફાર થાય તેના કારણે રોગચાળો પણ માથું ઊંચકે છે. આવા વાતાવરણમાં શરદી, ઉધરસ સૌથી વધુ થાય છે. વરસાદી વાતાવરણમાં જો તમારા ઘરમાં પણ કોઈને શરદી ઉધરસ થયા હોય તો ઘરના રસોડામાં જ રહેલી પ્રાકૃતિક વસ્તુઓથી તમે શરદી ઉધરસ થી રાહત મેળવી શકો છો. આજે તમને વર્ષોથી ભારતીય પરિવારોમાં શરદી ઉધરસ માટે જે ઘરેલુ નુસખા વપરાય છે તેના વિશે જણાવીએ આ વસ્તુઓ ઘરના રસોડામાં જ ઉપલબ્ધ હોય છે અને તેનો ઉપયોગ કરવાથી કોઈ આડ અસર પણ થતી નથી.
શરદી ઉધરસ મટાડતા ઘરેલુ નુસખા
આ પણ વાંચો: સવારથી રાત સુધીમાં આ 3 વસ્તુ ખાઈ લેવી, શુગર, કોલેસ્ટ્રોલ દવા વિના રહેશે કંટ્રોલમાં
- આદુ ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે. તેનું સેવન કરવાથી ગળામાં આવેલો સોજો દૂર થાય છે. શરદી-ઉધરસ થઈ જાય તો આદુનો રસ કાઢી તેમાં થોડું મધ ઉમેરી દિવસમાં બે થી ત્રણ વખત પીવું. તેનાથી શરદી ઉધરસ મટી જાય છે.
- હળદર વર્ષોથી આયુર્વેદમાં ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. શરદી ઉધરસ મટાડવા માટે ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી રાહત થાય છે. હળદર વાળું દૂધ રાત્રે સૂતા પહેલા પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે
આ પણ વાંચો: હૃદય સંબંધિત રોગથી બચવું હોય તો રોજ કરો આ 2 કામ, હંમેશા હેલ્ધી રહેશે હાર્ટ
- લસણ પ્રાકૃતિક એન્ટીબાયોટિક છે. શરદી ઉધરસમાં લસણને વાટી તેમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરી લેવાથી શરદી ઉધરસ ઝડપથી મટે છે.
- તુલસીના પાન ઔષધીય ગુણથી ભરપૂર હોય છે અને તે શરદી ઉધરસને દૂર કરવામાં મદદ કરે છે.. શરદી થઈ હોય તો રોજ સવારે પાંચથી સાત તુલસીના પાનને પાણીમાં ઉકાળી તેનો કાઢો બનાવવો. આ ઉકાળામાં મધ મિક્સ કરીને પીવાથી શરદી ઉધરસથી છુટકારો મળી જશે.
આ પણ વાંચો: Milk Side Effects: આ લોકોને 1 ચમચી દૂધ પણ કરે નુકસાન, જાણો દૂધ કોના માટે નુકસાનકારક
- કાળા મરી પણ ઉધરસને મટાડવામાં અસરકારક છે.. ઉધરસ અને કફની સમસ્યા હોય તો કાળા મરીના પાવડરમાં મધ મિક્સ કરી દિવસમાં બે થી ત્રણ વખત લેવાનું રાખો.
- શરદી ઉધરસના કારણે ગળામાં સમસ્યા થઈ હોય તો મુલેઠીના ટુકડાને ચાવીને ધીરે ધીરે તેનો રસ ગળે ઉતારો તેનાથી ગળાનો દુખાવો અને સોજો બંને ઉતરશે.
આ પણ વાંચો: Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળશે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?
- અજમા અને ગોળને પાણીમાં ઉકાળી તેનું સેવન કરવાથી શરદી ઉધરસમાં લાભ થાય છે..
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)