Eye Care: ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં કાળજાળ ગરમી પડી રહી છે. આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળે તેવી કોઈ સંભાવના નથી. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી 45 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે તો ગુજરાત સહિત દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ લોકોની ચેતવ્યા છે કે ભીષણ ગરમીના કારણે હીટ સ્ટ્રોક, લુ, ઝાડા, ઉલટી અને વાયરલ ફ્લુ જેવી સમસ્યા થઈ શકે છે તેથી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. જોકે વધતી ગરમીના કારણે આ સમસ્યાઓ થવાની સાથે આંખમાં ઇન્ફેક્શન થવાની સમસ્યા પણ વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Uric Acid: 100 ની સ્પીડે ઘટશે વધેલું યુરિક એસિડ, રોજ 1 ચમચી આ આયુર્વેદિક ઔષધી ખાવી


કાળઝાળ ગરમી આંખને નુકસાન કરી શકે છે. તેથી તડકામાં શક્ય હોય ત્યાં સુધી બહાર જવું નહીં અને જવાનું થાય તો ચશ્મા પહેરવાનું રાખો. આ સિવાય પણ હીટવેવ દરમિયાન આંખનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આંખની કાળજી રાખવા માટે તમે આ રીતે સ્ટેપ ફોલો કરી શકો છો. 


ગરમીના કારણે થતી આંખની સમસ્યા 


આ પણ વાંચો: ચપટી જાયફળના પાવડરને આ વસ્તુ સાથે લેશો તો શરીરની 5 સમસ્યાથી તુરંત મળશે રાહત


ભીષણ ગરમીના કારણે આંખ સંબંધિત સમસ્યા વધી જાય છે. તડકાના કારણે અને લૂના કારણે આંખમાં ઇન્ફેક્શન, ડ્રાયનેસ, એલર્જી કન્જક્ટીવાઇટિસ જેવી સમસ્યા થઈ શકે છે. 


આંખ સંબંધિત સમસ્યાના લક્ષણો 


જો ગરમીની અસર આંખને પણ થઈ હોય તો આંખમાંથી સતત પાણી નીકળે છે, આંખમાં બળતરા થાય છે, આંખ સોજી જાય છે અથવા તો લાલ થઈ જાય છે. ઘણી વખત આંખમાંથી ચીકણું પાણી નીકળતું હોય છે. 


આ પણ વાંચો: Heatwave: ગરમીના કારણે થઈ શકે છે હીટ એક્ઝોશન, જાણો તેના લક્ષણ અને બચાવના ઘરેલુ ઉપાય


તડકા અને લૂથી આ રીતે કરો આંખનો બચાવ 


- તડકા અને લુના કારણે આંખને નુકસાન ન થાય તે માટે દિવસ દરમિયાન થોડી થોડી કલાકે ઠંડા પાણીથી આંખ સાફ કરો. 


- જ્યારે પણ ઘરની બહાર નીકળવાનું થાય તો આંખ પર ચશ્મા અચૂક પહેરવા. 


- દિવસમાં એક વખત આંખ પર ઠંડો શેક કરો. તેના માટે તમે બરફ કે કાકડીનો ઉપયોગ કરી શકો છો. 


આ પણ વાંચો: હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, વજન બધું રહેશે કંટ્રોલમાં


- શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે ઘરેથી બહાર નીકળવું નહીં. 


- શરીરને હાઈડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું. 


- આંખમાં ઉપર દર્શાવ્યા અનુસારનું એક પણ લક્ષણ જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)