તમારા વાળ ડાઈંગની એક પ્રાકૃતિક સ્થિતિમાંથી પસાર થતા હોય અને ત્યારબાદ તે સ્વયં ફરીથી જનરેટ થવાના શરૂ થઈ જાય છે. જેમ જેમ તમારા હેર ફોલિકલ્સની ઉંમર વધે છે તેમ તેમ તે રંગનું ઉત્પાદન કરવાનું ઓછું કરે છે. જો કે તમારા જેનેટિક એ નિર્ણય લે છે કે તમારા વાળ સફેદ થવા ક્યારથી શરૂ થશે. પંરતુ આમ છતાં મોટાભાગના લોકોએ 35 વર્ષ બાદ આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. અનેક લોકો એવા પણ છે જે પોતાના વાળ જેમ હોય તેમ જ રાખવાનું પસંદ કરે છેકારણ કે તેમને લાગે છે કે તેનાથી તેઓ અનુભવી તથા બુદ્ધિશાળી દેખાશે જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જેમને સફેદ વાળ વૃદ્ધાવસ્થાની નિશાની લાગે છે. સફેદ વાળથી કેવી રીતે છૂટકારો મેળવવો તેના માટે આ ઘરઘથ્થું ઉપાયો ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફેદવાળમાંથી છૂટકારો મેળવવાના ઉપાય


પૂરતા પ્રમાણમાં વિટામિન લો
તમારા શરીરના બાકી અંગોની જેમ વાળને પણ વિટામીનની જરૂર હોય છે. આથી તમારે તે વિટામિન્સ તમારા ડાયેટમાં જરૂર સામેલ કરવા જોઈએ જે તમારા વાળ માટે ખુબ જરૂરી હોય છે. 


 પૂરતા પ્રમામાં મિનરલ્સ લો
વાળ માટે જેટલા જરૂરી વિટામિન્સ હોય છે એટલા જ જરૂરી મિનરલ્સ હોય છે. ઝિંક, આયર્ન, મેગ્નેશિયમ, સેલિનિયમ, કોપર, વગેરે તમારા વાળના વિકાસ માટે ખુબ જરૂરી હોય છે. આથી આ બધી ચીજો તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો. 


સ્મોકિંગ બંધ કરો
સ્મોકિંગ કરવાના નુકસાન આપણે બધા જાણીએ છીએ. બાકી અન્ય નુકસાન ઉપરાંત તે આપણા હેર ફોલિકલ્સને પણ ડેમેજ કરી શકે છે. 


વાળને તડકાથી બચાવો
જો તમે બહુ તડકામાં ફરતા હોવ તો તમારા વાળ વધુ ડેમેજ થવાની શક્યતા રહે છે અને સફેદ થવાના શરૂ થઈ જાય છે. આથી બહાર જતા પહેલા તમારા વાળને કોઈ કપડાની મદદથી ઢાંકી લો. 


ડેમેજ થતા બચાવો
જો તમે તમારા વાળને વારંવાર બ્લિચ કરતા હોવ, ભીના વાળમાં જ કાંસકો ફેરવતા હોવ, તમારા વાળને કર્લર કે ડ્રાયરની મદદતી ખુબ વધુ હીટ આપતા હોવ કે વધુ પડતા કઠોર સાબુ કે શેમ્પુનો ઉપયોગ કરતા હોવ તો તેનાથી તમારા વાળ ડેમેજ થઈ શકે છે. ત્યારબાદ તે ધીરે ધીરે સફેદ થવાના શરૂ થઈ જાય છે. આમ બને એટલું ઓછું કરો. 


કેટલાક ઘરઘથ્થું ઉપાયો


નારિયેળનું તેલ
દરરોજ સૂતા પહેલા તમારા વાળમાં નારિયેળના તેલથી માલિશ કરો અને સવારે ઉઠીને હંમેશાની જેમ તમારા વાળને ધોઈ લો. 


આદુ
દરરોજ થોડું કસાયેલા આદુનો એક ચમચી રસ મધ સાથે ભેળવીને પી લો. 


આંબળા
દરરોજ અડધો કપ આંબળાનો જ્યૂસ જરૂર પીઓ. આ સાથે તમારે આમળાના તેલથી તમારા વાળમાં સમજ પણ અઠવાડિયામાં એકવાર જરૂર કરવો જોઈએ. 


ઘી
અઠવાડિયામાં બેવાર તમારા વાળ તથા માથાની ઘીથી માલિશ  કરો. 


વ્હીટગ્રાસ જ્યૂસ
આ જ્યૂસ પીવાથી પણ તમારા વાળને ખુબ લાભ થાય છે. આથી થોડો વ્હીટગ્રાસ જ્યૂસ જરૂર પીઓ. 


ડુંગળી
ડુંગળીને એક બ્લેન્ડરમાં પીસીને તેને ગરણીથી ગાળી લો. જેથી કરીને તેનો જ્યૂસ મળે. હવે આ જ્યૂસથી તમારા વાળમાં મસાજ કરો. અને અડધા કલાક બાદ ધોઈ લો. 


મીઠા લીંબડાના પાન
એક ચતુર્થાંશ જેટલા મીઠા લીંબડાના પાન તથા એક ચતુર્થાંશ જેટલા દહીંની મદદથી એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે તેને તમારા વાળમાં લગાવી લો અને અડધા કલાક બાદ ધોઈ લો. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube