સફેદ વાળ એ ઉંમર વધવાનો એક સ્વાભાવિક હિસ્સો છે પરંતુ અનેક લોકો પોતાના વાળનો કુદરતી રંગ જાળવી રાખવા માંગે છે. બજારમાં અનેક હેર કલર કે ડાઈ ઉપલબ્ધ છે, તેમાં પરંતુ મોટાભાગે કઠોર રસાયણ હોય છે જે વાળ અને સ્કલ્પને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ એવા કેટલાક કુદરતી ઘરેલુ ઉપાય છે જે તમને સફેદ વાળને સુરક્ષિત અને પ્રભાવી રીતે કાળા કરવામાં મદદ કરી શકે તેમ છે. જાણો આ ઉપાયો વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળી ચા
કાળી ચા ટેનિનથી ભરપૂર હોય છે. જે વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરે છે. કાળી ચાને વાળ ધોવા માટે ઉપયોગમાં લેવા ચાને એક મજબૂત વાસણમાં ઉકાળો અને પછી ઠંડી કરો ત્યારબાદ આ ચાને તમારા વાળ પર રેડો. પછી તેને ઠંડા પાણીથી ધોતા પહેલા 15થી 20 મિનિટ સુધી તમારા વાળ પર એમ જ રહેવા દો. સારા પરિણામ માટે આ પ્રક્રિયા સપ્તાહમાં એક કે બે વાર કરો. 


કોફી
કોફી વધુ એક કુદરતી ઉપાય છે. જે સફેદ વાળને કાળા કરવામાં મદદ કરી શકે છે. કોફી પણ ચાની જેમ જ એક વાસણમાં ઉકાળો અને પછી ઠંડી થવા દો. પછી કોફીને તમારા વાળ પર નાખો અને તેને ઠંડા પાણીથી ધોતા પહેલા 15-20 મિનિટ માટે એમ જ રહેવા દો. આ પ્રક્રિયા પણ અઠવાડિયામાં એક કે  બે વાર દોહરાવો. 


મહેંદી
મહેંદ એક કુદરતી હેર ડાઈ છે જેનો ઉપયોગ સદીઓથી વાળ કાળા કરવા માટે કરવામાં આવે છે. મહેંદીના ઉપયોગ માટે પાઉડરને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવી લો અને પછી આ પેસ્ટ તમારા વાળમાં લગાવો અને થોડા કલાક રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. વધુ કડક રંગ માટે તેમાં તમે કોફી કે ચાનું પાણી ભેળવી શકો છો. 


આંબળા
આંબળા એક કુદરતી ઉપચાર છે જે સફેદ વાળને કાળા કરવામાં મદદ કરી શકે છે. પેસ્ટ બનાવવા માટે આંબળાના પાઉડરને પાણી સાથે ભેળવો અને પછી આ પેસ્ટને તમારા વાળમાં લગાવો અને ઠંડા પાણીથી ધોતા પહેલા વાળમાં 15થી 20 મિનિટ સુધી લગાવેલી રહેવા દો. સારા પરિણામ માટે આ પ્રક્રિયાને સપ્તાહમાં એક કે બે વાર કરો. 


નારિયેળનું તેલ અને લીંબુનો રસ
નારિયેળનું તેલ એક કુદરતી કંડિશનર છે જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. જ્યારે લીંબુનો રસ એક કુદરતી બ્લિચિંગ એજન્ટ છે જે વાળને હળવા કરવામાં મદદ કરી શકે છે. સરખા પ્રમાણમાં નારિયેળનું તેલ અને લીંબુનો રસ લઈ બરાબર મિક્સ કરો. પછી આ મિશ્રણને તમારા વાળમાં લગાવો અને ઠંડા પાણીથી ધોતા પહેલા તેને 30-60 મિનિટ માટે લગાવેલું રહેવા દો. સારા પરિણામ માટે આ પ્રક્રિયાને સપ્તાહમાં એકવાર દોહરાવો. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube