Tooth Cavity: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહત
Tooth Cavity: આજે તમને દાંતમાં કેવીટી થઈ હોય તો તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો તે જણાવીએ. ઘરમાં રહેલી કેટલીક વસ્તુથી દાંતની આ સમસ્યાને દૂર કરી શકાય છે. દાંતનો દુખાવો પણ આ વસ્તુઓથી તુરંત મટે છે.
Tooth Cavity: દરેક વ્યક્તિએ ઓરલ હેલ્થ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. ખરાબ ઓરલ હાઇજીનના કારણે દાંત સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો નિયમિત રીતે મોઢાની અને દાંતની સફાઈ કરવામાં ન આવે તો દાંતમાં સડો થવા લાગે છે. પોષક તત્વની ખામી, સફાઈ નો અભાવ, તમાકુ જેવી વસ્તુઓનું વ્યસન અને ખરાબ ખાનપાનના કારણે પણ દાંતમાં કેવીટી થઈ જાય છે.
આ પણ વાંચો: Garlic and Jaggery: લસણ અને ગોળ એકસાથે ખાવાથી દૂર થઈ શકે છે આ 5 સમસ્યા
દાંતમાં કેવીટી થઈ જાય તો દુખાવો પણ થાય છે અને દાંત ઝડપથી સડવા લાગે છે. જો સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો દાંત નબળા પડીને તૂટવા લાગે છે. જો કેવીટી ની સમસ્યા વધી જાય તો તુરંત જ ડોક્ટર પાસે જવું જોઈએ. પરંતુ દાંતની સમસ્યાની શરૂઆત જ થઈ હોય તો તમે ઘરેલુ ઉપાયથી પણ કેવિટી ને કંટ્રોલ કરી શકો છો. આજે તમને આવા જ અસરકારક ઘરેલુ નુસખા વિશે જણાવીએ જેને તમે ઘરે દાંત માટે અજમાવી શકો છો
આ પણ વાંચો: ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરી બનાવજો રોટલી, આ રોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે
દાંતના દુખાવાના ઘરેલુ ઈલાજ
લવિંગ
ઓરલ હેલ્થ સંબંધિત સમસ્યાઓમાં લવિંગ ફાયદાકારક હોય છે. તેનાથી કેવીટી દૂર થાય છે. સાથે જ દુખાવાથી રાહત મળે છે. તેના માટે લવિંગના તેલમાં રૂ પલાળીને તેને પ્રભાવિત જગ્યા પર રાખવું. આમ કરવાથી દાંતના દુખાવામાં પણ ફાયદો થાય છે.
આ પણ વાંચો: Guava: આ 5 સમસ્યા હોય તો જામફળ ખાવાનું ટાળજો, ખાવાથી બગડશે તબિયત
નાળિયેર તેલ
દાંતની કેવિટીથી છુટકારો મેળવવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકાય છે. નાળિયેર તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે દાંતના સડા થી છુટકારો અપાવે છે. એક ચમચી નાળિયેર તેલને મોઢામાં ભરી 10 મિનિટ સુધી મોઢામાં ફેરવો. ત્યાર પછી પાણીથી કોગળા કરી લેવા. રોજ આ રીતે કોગળા કરવાથી લાભ થાય છે.
આ પણ વાંચો: રાત્રે જમવામાં રોટલી ખાવી કે ભાત ? બંનેમાંથી કઈ વસ્તુ ખાવી શરીર માટે ફાયદાકારક ?
લસણ
લસણ ઓરલ હેલ્થ માટે પણ ઔષધિ સમાન વસ્તુ છે. લસણના એન્ટી માઈક્રોબિયલ ગુણ કેવીટી સામે લડવામાં મદદ કરે છે. તેના માટે બે કડી લસણને વાટીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પ્રભાવિત જગ્યા પર લગાવો અને થોડીવાર પછી બ્રશ કરી લો. તેનાથી દાંતનો સડો વધતો અટકે છે.
આ પણ વાંચો: સવારે વાસી મોઢે ખાઈ લો આ ફળના બી, કબજિયાત મટી જશે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે
હળદર
દાંત ની સમસ્યામાં હળદર પણ ફાયદાકારક સાબિત થાય છે. હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે દાંતના સડા અને દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે હળદર પાવડરને આંગળીની મદદથી દાંત પર લગાવો અને થોડીવાર રહેવા દો. ત્યાર પછી બ્રશ કરી લેવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)