નવી દિલ્હીઃ સાયલન્ટ હાર્ટ એટેકની ઓળખ કરવી મુશ્કેલ છે. તેનું કારણ છે કે સાયલન્ટ હાર્ટ એટેક આવવા પર શરીરમાં કોઈ પ્રકારના લક્ષણનો અનુભવ થતો નથી. જો શરીર કોઈ સંકેત આપે તો તે ખુબ સામાન્ય ગોય છે, જેને લોકો નજરઅંદાજ કરી દે છે. પરંતુ સાયલન્ટ હાર્ટ એટેક એટલો જ ખતરનાક હોય છે, જેટલો લક્ષણોની સાથે આવનાર હાર્ટ એટેક. આ સ્થિતિમાં તમારૂ હાર્ટ ડેમેજ થાય છે. જ્યારે હ્રદય સુધી લોહી અને ઓક્સીજનની સપ્લાયમાં સમસ્યા આવે છે, આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવે છે. સાયલન્ટ હાર્ટ એટેક ગમે ત્યારે આવી શકે છે. ઘણીવાર સૂવા સમયે પણ સાયલન્ટ હાર્ટ એટેકના કેસ સામે આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓમાં હોય છે સૌથી વધુ ખતરો
એક સ્ટડી પ્રમાણે આશરે 50% થી 80% હાર્ટ એટેક સાયલન્ટ હોય છે. ખાસ કરીને મહિલાઓમાં સાયલન્ટ હાર્ટ એટેકનો ખતરો વધુ હોય છે. ઘણીવાર સ્ટ્રેસ લેવા, એકદમ વધુ ફિઝિકલ એક્ટિવિટી કરવા કે પછી ઠંડીને કારણે સાયલન્ટ હાર્ટ એટેક આવી શકે છે. 


સાયલન્ટ હાર્ટ એટેકને કઈ રીતે સમજશો, શું હોય છે લક્ષણ
એક ડોક્ટરે જણાવ્યા અનુસાર સાયલન્ટ હાર્ટ એટેક આવવા પર ઘણીવાર લક્ષણનો અનુભવ થતો નથી. હળવી અસ્વસ્થતા અનુભવવી અને ક્યારેક કોઈ રોગને કારણે સાયલન્ટ હાર્ટ એટેક પણ આવી શકે છે.


છાતી અથવા પીઠના ઉપરના ભાગમાં સ્નાયુમાં દુખાવો
જડબા, હાથ અથવા પીઠના ઉપરના ભાગમાં દુખાવો અનુભવવો
ખૂબ થાક લાગે છે અને અપચો અનુભવાય છે


આ પણ વાંચોઃ Curry Leaf: સવારે ખાલી પેટ ચાવો મીઠો લીમડો, 4 બીમારીમાં મળશે જોરદાર રાહત


હાર્ટ એટેક આવવાના લક્ષણ
છાતીમાં દુખાવો
શ્વાસ લેવામાં મુશ્કેલી
શરીરના ઉપરી ભાગમાં બેચેની
ઠંડો પરસેવો વળવો
ખુબ થાકનો અનુભવ થવો
ઉલ્ટી જેવો અનુભવ થવો


આ પણ વાંચોઃ ભોજન બની રહ્યું છે બીમારીઓનું મોટું કારણ, જાણો થાળીમાં કેટલી હોવી જોઈએ રોટલી, શાક


સાયલન્ટ હાર્ટ એટેક કેમ આવે છે?
શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી પ્લેક બની જાય છે જે કોરોનરી આર્ટરીમાં જમા થાય છે. જ્યારે જ્યારે પ્લેક પર લોહી ગંઠાઈ જાય છે, તો તે ઓક્સીજન અને લોહીને હ્રદયના સ્નાયુઓ સુધી પહોંચતા રોકે છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવે છે. 


સાયલન્ટ હાર્ટ એટેકના કારણો
વધુ વજન વધવુ
કસરત ન કરવી
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા
હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા
હાઈ બ્લડ સુગર
વધારે પડતું તમાકુનું સેવન