Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે ? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે ?
Weight Gain Food: મીઠાઈ ખાવી દરેક વ્યક્તિને પસંદ હોય છે. મીઠાઈનો એક પીસ ખાવાથી કંઈ ફરક ન પડે એવું લાગે છે પરંતુ એક મીઠાઈના પીસમાં અઢળક કેલેરી હોય છે જે વજન વધારવા માટે પુરતી છે.
Weight Gain Food: મીઠાઈ જોયા પછી તેને ખાવાનું મન દરેકને થઈ જાય. વજન વધારે હોય કે ડાયાબિટીસ હોય. એક ટુકડો મીઠાઈનો સૌ કોઈ મોંમાં મુકી જ દે છે. એક ટુકડાથી કંઈ ન થઈ જાય એવી વાત પણ લોકો કહેતા હોય છે પરંતુ ખરેખર એવું હોતું નથી. મીઠાઈનો એક ટુકડો પણ વજનમાં જબરદસ્ત વધારો કરી શકે છે. કારણ કે મીઠાઈના એક ટુકડામાં અનેકગણી કેલેરી હોય છે .
આ પણ વાંચો: Triphala Benefits: આ રીતે ત્રિફળા લેશો તો દવા વિના મટી જશે આ 5 સમસ્યાઓ
મીઠાઈ ખાવી સૌને ગમે છે પરંતુ કોઈપણ મીઠાઈનો એક પીસ વજન વધારવા માટે પુરતો હોય છે. કોઈપણ મીઠાઈ હોય તેમાં મુખ્ય વસ્તુ ખાંડ હોય છે. અને ખાંડમાં સૌથી વધુ કેલેરી હોય છે. જો તમે વજન કંટ્રોલ કરવાની ટ્રાય કરો છો તો પછી ખાંડ વધારે લેવી તમારા માટે જોખમી છે.
આ પણ વાંચો: Uric Acid: રોટલીના લોટમાં આ મસાલો ઉમેરી બનાવો રોટલી, વધેલું યુરિક એસિડ ઘટશે ફટાફટ
એક ચમચી ખાંડ જે લગભગ 5 ગ્રામ હોય છે તેમાં 20 કેલેરી હોય છે. આ કેલેરી ઓછી લાગે છે પરંતુ દિવસ દરમિયાન ચા, કોફી, મીઠાઈ અને અન્ય વસ્તુના માધ્યમથી શરીરમાં 1 ચમચીથી વધુ ખાંડ જાય છે અને તેના કારણે કેલેરી પણ વધી જાય છે.
આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા 2 એલચી ખાવી શરીર માટે વરદાન, વજન કંટ્રોલ કરવા સહિતના ફાયદા થશે
આ રીતે મીઠાઈનો એક પીસ પણ વધારે વજન
1 ગુલાબ જાંબુ - 150 થી 200 કેલેરી
રસગુલ્લા - 125 થી 150 કેલેરી
બરફી - 150 થી 170 કેલેરી
લાડુ - 180 થી 200 કેલેરી
આ પણ વાંચો: ઠંડીમાં સવારે વાસી મોઢે આમળા શોટ્સ પીવાથી થઈ શકે છે આ 5 ફાયદા, જાણો બનાવવાની રીત
જો તમે રોજ મીઠાઈ ખાવ છો તો તમારું વજન વધી શકે છે. કેમેકે દર 7700 એક્સ્ટ્રા કેલેરી 1 કિલો વજન વધારે છે. જો તમારે મીઠાઈ પણ ખાવી હોય અને કેલેરીથી પણ બચવું હોય તો ખાંડ કરતાં સ્ટીવિયા, નેચરલ સ્વીટરન, ગોળ કે મધનો વિકલ્પ પસંદ કરો. સૌથી બેસ્ટ એ રહે છે કે તમે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફ્રુટ કે ડ્રાય ફ્રુટ ખાવાનું રાખો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)