શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો
Heart Attack: શિયાળામાં સૌથી વધુ સાવધાન હાર્ટ પેશન્ટ રહેવું જોઈએ. કારણ કે ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. તેથી આ સમસ્યાથી મુક્તિ મેળવવાનો પણ એક રસ્તો છે
Heart Attack: શિયાળા એ સૌની ગમતી ઋતુ છે. આ ઋતુમાં લોકોને હેલ્ધી રહેવું વધારે ગમે છે. તેથી આ સીઝનમાં લોકો કસરત વધુ કરતા હોય છે. પરંતુ આ સીઝનમાં સૌથી મોટું જોખમ હાર્ટ એટેકનું રહેલું છે. કારણ કે ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડી વધે છે તેની સાથે દરેક વ્યક્તિની લાઈફ સ્ટાઈલ અને ભોજનની શૈલી પણ બદલી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને જે લોકો હાર્ટની સમસ્યા પહેલાથી જ ધરાવે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી શકે છે. જોકે, આનાથી ગભરાવાની જરૂર નથી. તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.
શિયાળામાં આ કારણથી વધે છે હાર્ટ એટેકના કેસ ?
ઠંડીમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં પણ ઝડપથી વધારો થાય છે. ત્યારે મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય કે ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ શા માટે વધી જાય છે ? તો તમને જણાવી દઈએ કે શિયાળાના કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેના કારણે બ્લડપ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.
બિગબોસ-18 માં આ ગુજરાતણની થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, લોકો પૂછી રહ્યાં છે કોણ છે આ ગુજ્જુ ગર્લ
હાર્ટ એટેકથી બચવા આ કામ કરો
પૌષ્ટિક આહાર
શિયાળા દરમિયાન હાર્ટ પેશન્ટે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું. હાર્ટની હેલ્ધી રાખવા માટે ડાયેટમાં ફળ, લીલા શાકભાજી, નટ્સ અને આખા અનાજનું પ્રમાણ વધારવું.
હાઇડ્રેટ રહો
શિયાળા દરમિયાન તરસ ઓછી લાગે છે તેથી લોકો પાણી પીવાનું પણ ઓછું કરે છે. પરંતુ આ ઋતુમાં હેલ્ધી રહેવું હોય તો દિવસ દરમિયાન જરૂરી માત્રામાં પાણી પીતા રહેવું તેના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જશે.
સ્ટ્રેસ મેનેજમેન્ટ
જે લોકોની લાઈફસ્ટાઈલ દોડધામ ભરેલી હોય અને સતત સ્ટ્રેસ રહેતો હોય તેમણે સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર હાર્ટ પેશન્ટ માટે સ્ટ્રેસ જોખમી છે.
ગુજરાતી યુવકના પ્રેમમાં પડી ફિલીપાઈન્સની યુવતી! લગ્ન માટે સાત સમુંદર પાર આવી પહોંચી
ગરમ કપડા પહેરવા
શિયાળામાં જરૂરી છે કે તમે ગરમ કપડાં પહેરો. ઘણા લોકો ઠંડીમાં પણ ફેશન માટે ગરમ કપડાં પહેરવાનું ટાળે છે. પરંતુ આમ કરવું તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. ઠંડીમાં હંમેશા આખું શરીર કવર થાય તેવા ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું જોઈએ.
વ્યાયામ કરો
શિયાળામાં વ્યાયામ સૌથી વધારે જરૂરી હોય છે. જો ઠંડીના કારણે તમે બહાર જઈ શકતા ન હોય તો ઘરમાં પણ નિયમિત રીતે ઓછામાં ઓછી 30 મિનિટ કોઈપણ હળવો વર્કઆઉટ કરો. તેનાથી હાર્ટની હેલ્થ સારી રહેશે.
ઠંડા વાતાવરણમાં ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલીક આદતોનું પાલન કરવું જોઈએ. તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ અને દરરોજ યોગા કરવા જોઈએ. શિયાળામાં લોકોને સૂર્યપ્રકાશ ઓછો મળે છે જેના કારણે વિટામિન ડીની ઉણપ થાય છે. વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે, તમારે તમારા આહારમાં પૂરકનો સમાવેશ કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે