હાલ ડાયાબિટીસથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ડાયાબિટીસ લોહીમાં ગ્લુકોઝના વધુ પ્રમાણને કારણે થનારી બીમારી છે. જો સમયસર બ્લડ શુગરની સારવાર ન કરવામાં આવે તો શરીરમાં હાઈ બ્લડ શુગરનું સ્તર હ્રદય, આંખો, પગ, કિડની વગેરેને નુકસાન કરાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેનાથી તમે ડાયેટમાં મધ ભેળવેલા લોટની રોટલી સામેલ કરીને તમે બ્લડ શુગરના લેવલને ઓછું કરી શકો છો. રોજ રોટલીમાં એક ચપટી મસાલો નાખવાથી તમારું બ્લડ શુગર લેવલ ઓછું થઈ શકે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે બ્લડ શુગર ઓછું કરવા માટે લોટ બાંધતી વખતે કયો મસાલો ભેળવવો જોઈએ. 


તજનો પાઉડર
બ્લડ શુગર લેવલને ઓછું કરવા માટે તમે તજનો પાઉડર પણ લોટમાં ભેળવી શકો છો. તજમાં એન્ટીઓક્સીડન્ટ, એન્ટી ઈનફ્લેમેટરી જેવા અનેક ગુણો હોય છે. જે બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં ખુબ કારગર સાબિત થઈ શકે છે. 


ઓટ્સ ભેળવો
શરીરમાં બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં ઓવા બીજ ખુબ ફાયદાકારક રહે છે. ઓવામાં રહેલા થાઈમોલ અને કાર્વાક્રોલ સારા ઈન્શ્યુલિન સંવેદનશીલતા જાળવી રાખવામાં પ્રભાવી બની શકે છે. આ ઈન્શ્યુલિન સ્ત્રાવને વધારી શકે છે. જે બ્લડ શુગરને નિયંત્રિત કરી શકે છે. આથી લોટ બાંધતી વખતે તેમાં લગભગ અડધી ચમચી ઓટ્સ ભેળવીને બાંધો. તે ફાયદાકરક રહેશે. 


હળદર ભેળવો
હળદર સ્વાસ્થ્ય માટે  ખુબ ફાયદાકારક રહે છે. લોટમાં એક ચપટી હળદર ભેળવીને તેનો લોટ બાંધવાથી ફાયદાકારક રહે છે. હળધરમાં કરક્યુમિન નામનું યૌગિક હોય છે. જે બ્લડ શુગરના સ્તરને ઓછું કરી શકે છે. 


લોટમાં આદુનો રસ ભેળવો
શરીરમાં બ્લડ શુગરના સ્તરને ઓછું કરવા માટે લોટ બાંધતી વખતે તેમાં આદુનો રસ ભેળવી દો. તેમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ઓછું કરવાના ગુણ હોય છે. તે શુગરનું શોષણ ઘટાડે છે અને તેનાથી અન્ય સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે. 


જીરું અને ફ્લેક્સ સીડ્સ નાખો
શરીરમાં બ્લડ શુગરના લેવલને ઓછું કરવા માટે તમે લોટમાં ફ્લેક્સ સીડ્સ અને જીરું બારીક કરીને તેમાં ભેળવીને રોટલી બનાવી શકો છો. તે શરીરમાં ઈન્શ્યુલિનના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. જે બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરે છે. જો તમે તમારા શરીરમાં શુગર લેવલને ઓછું કરવા માંગતા હોવ તો તેનું સેવન જરૂર કરો. 


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.