પિત્ઝાનો સ્વાદ વધારતું ઓરેગાનો ઘરે પણ ઉગાડી શકાય છે, આ રીતે કુંડામાં ઉગશે ઓરેગાનો
Health Tips : શુ તમને ખબર છે કે, ઓરેગાનોને ઘરે પણ ઉગાડી શકાય છે. આ એક એવો પ્લાન્ટ છે જેને ઘરમાં પણ ઉગાડી શકાય છે. તો જાણી લો કેવી રીતે તમે ઉગાડી શકશો
અમદાવાદ :ઓરેગોના અને ચિલી ફ્લેક્સ વગર પિત્ઝાનો સ્વાદ અધૂરો છે. આ બંને ઉપરથી છાંટો તો પિત્ઝા વધુ સ્વાદિષ્ટ બની જાય છે. તેમાં પણ ઓરેગાનોનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. જેનુ ઓરિજિનલ નામ વલ્ગારે છે. જે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ઓરેગાનોમાં પ્રોટીન, ફેટ, ફાઈબર અને મિનરલ્સ જેવા અનેક તત્વો હોય છે. ઘરની બહાર ફાસ્ટ ફૂડમાં અને ઘરમાં બનનારા ફાસ્ટ ફૂડમાં એક જેવો સ્વાદ ન આવવાનું કારણ પણ ઓરેગાનો છે. તેથીજ લોકો પિત્ઝા કે અન્ય વસ્તુઓ સાથે આવતો ઓરેગાનોનું નાનુ પેકેટ સંભાળીને મૂકીએ છીએ. તો કેટલાક લોકો અન્ય ફૂડ પર પણ છાંટીને ખાવા માટે ઓરેગાનો ખરીદે છે. પરંતુ શુ તમને ખબર છે કે, ઓરેગાનોને ઘરે પણ ઉગાડી શકાય છે. આ એક એવો પ્લાન્ટ છે જેને ઘરમાં પણ ઉગાડી શકાય છે. તો જાણી લો કેવી રીતે તમે ઉગાડી શકશો.
આ પ્લાન્ટ લગાવો
ઓગેરાનોનો છોડના બીજ કે કટિંગ બંને માર્કેટમાં મળે છે. તેને કોઈ પણ રીતે ઉગાડી શકો છો. જો તમે બીજ લાવો છો તો સૌથી પહેલા નીચે પાણીના કાંણાવાળા કુંડામાં માટી નાંખો. કુંડામાં ઉપર સુધી માટી ન નાંખો. આવુ કરવાથી પાણી માટે જગ્યા નહિ બચે. તેના બાદ ઓરેગાનોના બીજ ચારેતરફ પાથરી દો. હવે હળવી હળવી માટી ઉપર નાંખો. કુંડામાં પાણી નાંખો જેથીમાં નરમાશ આવે. હવે રોજ કુંડામાં પાણી નાંખવાનુ શરૂ કરી દો. લગભગ ત્રણ મહિના બાદ તમને ઓરેગાનોનો છોડ જોવા મળશે. કુંડાને તડકામાં રાખો, જેથી તેની વૃદ્ધિ જલ્દી થાય. કેમિકલ ખાતર નાંખવાને બદલા પ્રાકૃતિક ખાતર નાંખો. સમય સમય પર પ્લાન્ટમાં જૈવિક ખાતર નાંખવાથી તેનો ગ્રોથ થશે.
આ પણ વાંચો : સોખડા ધામ ફરી એકવાર વિવાદમાં... મંદિરના શાંત વાતાવરણમાં કાંકરીચાળો થતા પોલીસને વચ્ચે પડવુ પડ્યું
ઓરેગાનો ઉગાડવાનો સમય
ઓરેગાનો પ્લાન્ટ તમે વર્ષે ગમે ત્યારે લગાવી શકો છો. પરંતુ ગરમીના મોસમમાં ઓરેગાનો લગાવો તો વધુ સારું. આ પ્લાન્ટને ઘરની અંદર કે બહાર ગમે ત્યાં લગાવી શકાય છે.
માટી કેવી રાખશો
ઓરેગાનો પ્લાન્ટ માટે પોષક તત્વોથી ભરપૂર અને સાફ માટી હોવી જરૂરી છે. 6.5 થી 7 પીએસવાળી માટી આ પ્લાન્ટના ઉછેર માટે સૌથી ફાયદાકારક છે.
આજના મોંઘવારીના સમયમાં દરેક વસ્તુને માર્કેટમાંથી ખરીદવાથી બજેટ પર અસર પડે છે. આવામાં પ્રયાસ કરો કે તમે ખર્ચા ઓછા કરી શકો. આવા પ્લાન્ટ ઘરે લગાવવાથી તમારા રૂપિયા તો બચશે. જ સાથે તમે ઓર્ગેનિક ઓરેગાનો ખાઈ શકશો.