ઝી મીડિયા/બ્યૂરો: લીવરને સ્વસ્થ રાખવા માટે દારૂ, તમાકુથી દૂર રહેવું જોઈએ. દારૂ અને ડ્રગ્સના વધારે પડતા સેવનથી લીવર પર ખૂબ ખરાબ અસર થાય છે. તમારે ખોરાક આડેધડ ખાવાની ટેવ પણ તમારા લીવર પર ખુબ માઠી અસર કરે છે. વધારે પડતો તીખો અને તળેલો ખોરાક લાંબા સમયે તમારા લીવર પર ખરાબ અસર કરે છે.લીવરને તેનું કામ બરાબર કરવા માટે યોગ્ય માત્રામાં વિટામિન મિનરલ અને એન્ટી ઓક્સીડંટની જરૂર પડે છે. લીવરને તેના કાર્યોમાં સુધારો કરવા માટે વિટામિન, ખનિજો અને એન્ટીઓકિસડન્ટો ની યોગ્ય માત્રા જરૂરી છે. લીવરની ભૂમિકા વિટામિન્સ અને આયર્ન સંગ્રહિત કરવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) ગાજરમાં રહેલ વિટામિન એ લીવરની બિમારીથી બચાવે છે. તેમાં વધારે માત્રામાં બીટા કેરોટીન પણ રહેલું છે, જેનાથી લીવર સારી રીતે કામ કરે છે.


2) આદુ લીવરના એન્ઝાઈમ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે લીવરના રોગોથી બચાવે છે અને તેને મજબૂત પણ કરે છે.


આ પણ વાંચો:- આ આદતોને કરો દૂર નહીં તો ક્યારે નહીં બની શકો પિતા, Study માં થયો ચોંકાવનારો ખુલાસો


3) હળદરમાં ઘણા ગુણ આવેલા છે તે શરીરમાં બાઇલ જ્યુસ પેદા કરે છે. જે કુદરતી રીતે લીવરને ડિટોકિસીફાય કરવામાં મદદ કરે છે.


4) સ્વસ્થ લીવર માટે કોફી પીવી ખૂબ જરૂરી છે. કોફી ઈંફ્લેમેશનને ઓછું કરે છે. અને એન્ટીઓક્સીડેન્ટ સ્તરને વધારે છે જેનાથી લીવર મજબૂત બને છે.


આ પણ વાંચો:- Sex Power વધારવા માંગો છો, તો કરો આ વસ્તુનું સેવન


5) રોજની 2 થી 3 ગ્રીન ટીનું સેવન કરવાથી લીવર પર ખૂબ સારી અસર થાય છે. એક સંશોધન પ્રમાણે ગ્રીન ટી પીવાવાળાને લીવરની સમસ્યા ખૂબ ઓછી દેખાઈ છે.


6) અખરોટમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ અને ગ્લુટાથિઓન વધુ હોય છે જે યકૃતને સાફ કરવામાં મદદ કરે છે. અખરોટ યકૃતને ડિટોક્સિફાઇંગમાં મદદ કરે છે. અખરોટ યકૃતના ઉત્સેચકોને સુધારે છે. અખરોટ યકૃતના રોગોને ઘટાડવાનો સૌથી વિશ્વસનીય સ્રોત છે અને શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube