High Uric Acid: સાંધાના દુખાવા પાછળ શું આ તો કારણ નથી ને, જો હોય તો જાણો શું કરવું
High Uric Acid: જે લોકોના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે. તેમણે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જેમ કે, તમારે મશરૂમ ખાવાથી દૂર રહેવું અને રાત્રી ભોજનમાં દાળ-ભાળ તો ખાવા ન જોઇએ.
High Uric Acid: જ્યારે તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવા લાગે છે, તો સાંધાનો દુખાવા થવા લાગે છે. આ ત્યારે થયા છે જ્યારે બોડીમાં ઝેરીલો પદાર્થ બહાર નીકળવાની જગ્યાએ અંદર જ રહી જાય છે. જેના કારણે શરીરમાં યુરિકનું લેવલ વધવા લાગે છે. આ સમયે તમારે બિયરનું સેવન ન કરવું જોઇએ, કેમ કે તેમાં પ્યુરિનનું પ્રમાણ વધારે હોય છે અને સાથે જ આપણે આપણા ખાણીપીણી પર પણ ધ્યાન આપવું જોઇએ. જો તમે પણ આ બીમારીથી પીડિત છો તો આ ખાસ જાણકારી તમારા માટે છે. આવો જાણીએ તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય...
ફુલાવર અને મશરૂમ ન ખાઓ
યુરિક એસિડથી પીડિત લોકોએ ફુલાવર, કોબીજ, બ્રસેલ્સ, સ્પ્રાઉટ્સ અને મશરૂમ ન ખાવા જોઇએ, કેમ કે તેમાં પ્યુરીનનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે. તેથી આ વસ્તુને ખાવાથી દૂર રહેવું જોઇએ.
ડાયાબિટીસ માટે યોગ: શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે કરો આ ખાસ 5 આસન
પ્રોટીનવાળો ખોરાક ન ખાવો
જોકે, દર્દીઓએ પ્રોટીનયુક્ત આહાર લેવાની ક્યારે ના પાડવામાં આવતી નથી, પરંતુ કેટલીક બીમારી એવી હોય છે, જેમાં પ્રોટીન જેવા ખોરાકનો પણ ત્યાગ કરવો પડે છે. પ્રોટીન યુક્ત આહાર યુરિક એસિડના દર્દીઓ માટે નુકાસનકારક સાબિત થઈ શકે છે. જેમ કે, દુધ, દહીં, રાજમા, લીલા વટાણા, પાલક, દાળ વગેરેનું સેવન કરવાથી દૂર રહેવું, કેમ કે પ્રોટીનવાળા આહારમાં 100 ગ્રામમાં 200 ગ્રામ પ્યુરીન હોય છે.
અગ્નિપથના વિરોધ વચ્ચે અગ્નિવીરો માટે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી મોટી જાહેરાત
શુગર ડ્રિંક્સ
વધારે ખાંડવાળા ફૂડ, પેકેજિંગ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ, સોડા, શિકંજી, મધ આ તમામ વસ્તુને તમારાથી દૂર રાખવી, કેમ કે આ તમામ ખાદ્ય પદાર્થથી બોડીમાં યુરિકનું પ્રમાણ વધે છે. જેનાથી તમારી મુશ્કેલીમાં વધારો થશે, તેથી આ બધી વસ્તુઓથી દૂર રહેવું.
ખુશખબર! ખાદ્યતેલના ભાવમાં ફરી આવ્યો મોટો ઘટાડો, જાણો શું છે નવા ભાવ
રાત્રી ભોજનમાં દાળભાત ન ખાવા
યુરિક એસિડવાળા દર્દીઓને રાત્રી ભોજનમાં સાદો આહાર લેવો જોઇએ, કોઈપણ છાલવાળી દાળ અથવા રાતના સમયે દાળ અને ભાતનું સેવન કરવું જોઇએ નહીં, તેનાથી યુરિકનું લેવલ અને વધી જશે અને બિમારઓના સંકેત મળવાના શરૂ થઈ શકે છે. તેથી આ પ્રકારની કોઈ સમસ્યા ઉભી થયા તે પહેલા તમારા ડાયટમાં ફેરફાર કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube