How To Control Weight: વધતું વજન દરેક વ્યક્તિ માટે ચિંતાનો વિષય હોય છે. વજન એક વાર વધી જાય તો તેને કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય છે. ચરબી વધી જવાથી શરીરનો શેપ તો બગડી જાય જ છે પરંતુ તેની સાથે જ શરીરમાં ઘણી બધી બીમારીઓ પણ થાય છે. વજન વધવાનું મુખ્ય કારણ અનિયમિત ભોજન શૈલી અને શારીરિક શ્રમનો અભાવ હોય છે. આ ઉપરાંત સ્ટ્રેસના કારણે પણ વજન વધી જતું હોય છે. વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે ડાયેટ ઉપર કંટ્રોલ કરવો. જો તમે ડાયટ પર કંટ્રોલ કરો છો તો વજન સરળતાથી ઘટાડી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ઘણા લોકો વજન ઘટાડવા માટે અનાજ ખાવાનું બંધ કરે છે અને ફ્રુટ વધારે ખાય છે. ફ્રુટ ખાવાથી ફાયદો તો થાય છે પરંતુ ફ્રુટ ખાતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમે એવા ફળ પસંદ કરો જે તમારું વજન કન્ટ્રોલ કરવામાં મદદ કરે. કેટલાક ફળ એવા હોય છે જેનું સેવન ઉનાળા દરમિયાન કરવાથી વજન ઝડપથી વધે છે. ચાલો તમને જણાવીએ એવા ચાર કયા ફળ છે જે વજન ઘટાડવાને બદલે ઝડપથી વધારે છે.


કેરી


ઉનાળાની સીઝન શરૂ થાય ત્યારથી પૂરી થાય ત્યાં સુધી લોકો ફળોના રાજા કેરીનો સ્વાદ માણે છે. ઉનાળામાં કેરી ખાવી તો સૌને ગમે છે પરંતુ કેરી ઝડપથી વજન વધારે છે. જો તમારી વજન ઘટાડવું હોય તો આ સિઝનમાં કેરી ખાવાનું ટાળજો. 100 gm કેરીમાં  100 કેલેરી હોય છે. એટલે કે દિવસમાં જો તમે બેથી ત્રણ કેરી ખાવ છો તો 300 કેલરી તમારા શરીરમાં જાય છે અને તે ઝડપથી વજન વધારે છે.


કેળા


જે લોકોનું વજન ઓછું હોય તેમના માટે કેળા ખાવા ફાયદાકારક છે પરંતુ જે લોકોનું વજન વધી રહ્યું હોય તેમણે કેળા ખાવા નહીં. કેળામાં કેરી કરતા પણ વધારે ગેલેરી હોય છે જે ઝડપથી વજન વધારે છે. 100 ગ્રામ કેળામાં 116 કેલરી હોય છે જે વજનને વધારે છે.


ચીકુ


જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો ચીકુનું સેવન પણ ટાળવું જોઈએ. ચીકુ માં કાર્બોહાઈડ્રેટ અને સુગરનું પ્રમાણ સૌથી વધારે હોય છે. ચીકુ સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ જે લોકોને વજન ઘટાડવું હોય તેમના માટે ચીકુ નુકસાનકારક છે. કારણ કે ચીકુ માં રહેલી કેલેરી અને સુગર ઝડપથી વજન વધારે છે 


દ્રાક્ષ


દ્રાક્ષ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે સારી પણ છે પરંતુ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે દ્રાક્ષ પણ ન ખાવી જોઈએ. 100 gm દ્રાક્ષમાં 70 થી વધારે કેલરી હોય છે. આટલી ગેલેરી તમારા વજનને વધારી શકે છે.