Acidity Problem Solution : એસિડિટી મુખ્ય રૂપથી ત્યારે બને છે, જ્યારે આપણા પેટમાં યોગ્ય માત્રામાં એસિડ બની શકતું નથી. એસિડનું કામ ભોજન પચાવવાનું હોય છે. જો એસિડ ઓછુ બને તો પેટમાં ભોજન સારી રીતે પચતું નથી અને એસિડિટી વધી જાય છે. એસિડિટી એક સામાન્ય સમસ્યા છે, જેનાથી ઘણા લોકો પરેશાન રહે છે. અચાનક પેટમાં થતી બળતરા, દુખાવો અને ઉલ્ટી જેવો અનુભવ ખુબ અસહજ લાગે છે. કારણ કે એસિડિટીથી તુરંત રાહત મેળવવા માટે કેટલાક સરળ ઘરેલું ઉપાય છે, જેની મદદથી તમે રાહત મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડુ દૂધ
એસિડિટીથી રાહત મેળવવા માટે એક સરળ રીત છે ઠંડા દૂધનું સેવન. જો તમારા દૂધ પીવામાં કોઈ સમસ્યા નથી તો ઠંડુ દૂધ પીવાથી એસિડિટીમાં તત્કાલ આરામ મળે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે, જે પેટમાં એસિડને વધુ પેદા થતું રોકે છે. તેનાથી પેટમાં બળતરા અને દુખાવો ઓછો થાય છે. ઠંડુ દૂધ પીવાથી એસિડિટીની અસર શાંત થાય છે અને આરામ મળે છે. તેથી એસિડિટીની સમસ્યા થવા પર ઠંડુ દૂધ રામબાણ ઇલાજ છે. 


અજમો
અજમો એસિડિટી જેવી સમસ્યાથી છુટકારો અપાવવા માટે ખુબ ફાયદાકારક છે. અજમામાં કેટલાક સક્રિય એન્ઝાઇમ અને રસાયણ હોય છે, જે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. તે પેટમાં એસિડનો પ્રભાવ ઘટાડે છે અને પેટને શાંત કરે છે. અજમાનું સેવન એસિડ રિફ્લક્સ જેવી સમસ્યામાં તત્કાલ રાહત પહોંચાડે છે અને પાચન તંત્રને સુધારવામાં સહાયક હોય છે. 


આ પણ વાંચોઃ ગોળ અસલી છે કે નકલી! કલર છે અસલી ઓળખ, નકલી ગોળ કરશે આ નુક્સાન


એપલ સાઇડર વિનેગાર
એપલ સાઇડર વિનેગારમાં મૈલિક એસિડ હોય છે, જે એસિડિટીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે પેટમાં એસિડના સ્ત્રાવને ઘટાડી અને  ન્યૂટ્રલાઇઝ કરવાનું કામ કરે છે. એપલ સાઇડર વિનેગારને પાણીની સાથે મિક્સ કરી પીવાથી એસિડિટીમાં થતી બળતરા અને દુખાવો શાંત થાય છે. તેમાં પ્રોબાયોટિક્સ પણ હોય છે, જે પાચનમાં સુધાર કરે છે. તેને દરરોજ પાણી સાથે પી એસિડિટી પર કાબુ મેળવી શકાય છે. 


તુલસીના પાંદડા
તુલસીમાં જીવાણુરોધી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે એસિડિટીના કારણો સામે લડવામાં મદદ કરે છે. તે પેટમાં એસિડના પ્રભાવને ઘટાડે છે અને પેટને શાંત રાખે છે. તુલસીના કેટલાક પાંદડા પીસી પાણીમાં મિક્સ કરી પીવાથી એસિડિટીમાં તત્કાલ આરામ મળે છે. તેના નિયમિત ઉપયોગથી એસિડિટી પર નિયંત્રિત લાવી શકાય છે.


Disclaimer: સામાન્ય જાણકારીના આધારે આ લેખ લખવામાં આવ્યો છે. કોઈપણ ઉપાય અજમાવતા પહેલા તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત સલાહ લઈ શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube