ઝી બ્યૂરો, અમદાવાદઃ દરેકને ખાવાની પોતાની રીત હોય છે. કેટલાક લોકો ઉભા રહીને અને ડાઈનિંગ ટેબલ પર ખાય બેસીને જમે છે...જો તમે ઉતાવળમાં ઉભા રહીને જમો છે તો આ આર્ટિકલ તમારા માટે મહત્વપૂર્ણ છે. આ કરવાનું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એક સર્વે મુજબ તમે ઉતાવળથી જમો છો તમારી હેલ્થ માટે નુકસાનકારક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉભા રહીને જમશો તો થશે કેટલીક સમસ્યા
સવારે સ્કૂલ-કોલેજ, ઓફિસે જવાનું મોડું ન થાય તે માટે  લોકો બ્રેકફાસ્ટ ઉતાવળમાં પૂરો કરે છે. એક સંશોધન અનુસાર કોઈ વ્યક્તિ ઉભા રહીને જમે છે તો તેને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેના શરીરની કેટલીક સ્વાદ ગ્રંથિ કામ કરવાનું  બંધ કરી દે છે. તો બીજી તરફ તે વ્યક્તિ તણાવમાં પણ રહે છે. જો આપણે ઉભા રહીને જમીએ છીએ તો જમવાનું પચવામાં સમય લાગે છે.


ઉભા રહીને જમવાથી બગડે છે પોશ્ચર ( મુદ્રા)
ઉભા રહીને જમવાથી પોશ્ચર બગડી જાય છે. આપણે જ્યારે ઉભા રહીને જમીએ છીએ ત્યારે વધારે ઝૂકવાનું થાય છે. સાથે જ રિલેક્સ થવા માટે શરીર પર જોર આપીએ છીએ.જો રોજ ઉભા રહીને જમીએ છીએ તો હાડકા પર પણ અસર થાય છે.


પલાથી મારીને ખોરાક ખાવાના ઘણા ફાયદા
બેઠા બેઠા ખોરાક ખાવાથી તમારા શરીરની મુદ્રામાં સુધારો થાય છે. નીચે બેસીને ખાવાથી શરીરમાં લોહીનો પ્રવાહ પણ સારો રહે છે. પલાથી મારીને બેસવાથી નસો નથી ખેંચાતી.
સારા સ્વાસ્થ્ય માટે, દરરોજ જમીન પર બેસીને ખોરાક લો. બેઠા બેઠા ખોરાક ખાવાથી શરીરમાં ફાયદો થાય છે. નીચે બેસીને જમવાથી પીઠને પણ ફાયદો થાય છે.


પાચન તંત્ર થઈ શકે છે ખરાબ
ઉતાવળમાં ખોરાક ખાવાથી પાચનશક્તિ બગડે છે, જેના કારણે તમારા શરીરમાં ચરબી વધે છે. સાથે તમે મોટાપાનો પણ શિકાર થઈ જાઓ છો..બેસીને જમશો તો તમને ઘણો ફાયદો થશે. બેસીને જમશો તો પેટ જલ્દી ભરાઈ જશે. સાથે વજન પણ કંટ્રોલમાં રહેશે.


ઉભા રહીને ચાલતા-ફરતા ન જમવું જોઈએ
લગ્ન, પાર્ટી અથવા ડિનર ફંક્શનમાં તમે ઘણીવાર જોયું હશે કે લોકો ઉભા રહીને જમે છે અથવા ચાલતા- ફરતા જમતા હોય છે. ખરેખર ઉભા રહીને વધારે જમી લેવાય છે અને વજન પણ વધી જાય છે..


પેટમાં ગેસની સમસ્યા
ઘણા કારણોસર પેટમાં ગેસ બનવાનું શરૂ થાય છે. તેમાંથી એક કદાચ ઉતાવળમાં તમે ખોરાક લેતા હશો. આવી સ્થિતિમાં ખોરાક પચાવવો મુશ્કેલ બની જાય છે. જેથી ધીમે ધીમે જમો..