આ સાત સુપર શાકભાજી ખાશો તો અનેક બીમારીઓ તમારાથી હંમેશા રહેશે દૂર
Health Benefits Of Green Vegetables: જો તમે પોતાને શારીરિક અને માનસિક રીતે ફીટ રાખવા માગતા હોય તો તમારે ડેઈલી ડાયટમાં શાકભાજીને સામેલ કરવી પડશે. શાકભાજીથી આપણા શરીરને માત્ર એનર્જી જ મળતી નથી પરંતુ મોટી બીમારીઓ સામે લડવાની શક્તિ પણ મળે છે.
Health Benefits Of Green Vegetables: લીલી શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. અનેક લોકો સ્વાદના કારણે અનેક શાકભાજીથી દૂર રહે છે. પરંતુ તે આગળના સમયમાં તેમના માટે ઘણું નુકસાનદાયક નીવડે છે. હકીકતમાં દરેક લીલી શાકભાજી પોષણથી ભરપૂર હોય છે અને શરીરને ફીટ રાખવા માટે તે જરૂરી હોય છે. અલગ-અલગ શાકભાજી શરીરને અલગ-અલગ બીમારીમાં ફાયદો પહોંચાડે છે. પાલક, વટાણા, શક્કરિયા, બટાકા દરેક શાકભાજીના કંઈક ને કંઈક ફાયદા જરૂર છે. તમે પણ ડેઈલી ડાયટમાં આ શાકભાજીનો સમાવેશ કરીને એકદમ ફીટ રહી શકો છો.
ડાયટમાં 7 શાકભાજીનો ઉપયોગ કરો અને ફીટ રહો:
1. પાલક:
લીલી શાકભાજીમાં પાલકનું સેવન શરીર માટે અત્યંત ઉપયોગી છે. જોકે તેના સ્વાદના કારણે બાળકોથી લઈને મોટા પણ તેને ખાતા નથી. પરંતુ જો તમે પાલકને પોતાના ખોરાકમાં સામેલ કરો છો તો અનેક બીમારીઓથી તમારી જાતને બચાવી શકો છો. પાલકમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન્સ, આયર્ન અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે જે હાડકાં અને મસલ્સને મજબૂત બનાવવાની સાથે બ્લડ પ્રેશરને ઓછું કરે છે. પાલકનું સેવન હાર્ટ માટે ઘણું ઉપયોગી છે.
2. કેલ:
લીલી શાકભાજીમાં ઘણી જાણીતી શાકભાજી છે કેલ. તેમાં પણ પોષક તત્વોનો ભંડાર છે. કેલમાં મોટી માત્રામાં વિટામીન એ, સી અને કે હોય છે. હાઈ કોલેસ્ટ્રોલની ફરિયાદ થવા પર કેલનું સેવન ફાયદો પહોંચાડે છે. કેલનું જ્યુસ બ્લડ પ્રેશર, બ્લડ કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર ત્રણેયને ઘટાડવામાં મદદ કરે છે. દાંત માટે કેલનું સેવન ઉપયોગી છે.
3. બ્રોકલી:
વિદેશી શાકભાજી હોવા છતાં બ્રોકલી પોતાના ગુણના કારણે ભારતમાં પણ ઘણી પસંદ કરવામાં આવે છે. તે ફૂલાવર અને કોબીઝના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. બ્રોકલીમાં મોટા પ્રમાણમાં વિટામીન કે અને સી હોય છે. તેનું સેવન અનેક બીમારીઓના બચાવની સાથે કેન્સર કોશિકાઓને વધતું રોકવામાં મદદ કરે છે.
4. શક્કરિયા:
સ્વીટ પોટેટો એન્ડ શક્કરિયામાં મોટા પ્રમાણમાં વિટામીન એસ સી અને બી6 હોય છે. જે ડાયાબિટીસથી પીડિત લોકો માટે ફાયદાકારક છે. શક્કરિયામાં મોટા પ્રમાણમાં ફાયબર હોય છે. જે બ્લડ શુગરને ઘટાડે છે. તેમાં બીટા કેરોટીન હોવાના કારણે બ્લડ સુગરને રેગ્યુલેટ કરે છે.
5. ગાજર:
ઠંડીમાં આવતા ગાજર બાળકોથી લઈને તમામ લોકોને ખૂબ પસંદ હોય છે. તેનો ઉપયોગ સ્વીટ ડિશ જેવી કે ગાજરનો હલવો, મીઠાઈ બનાવવાની સાથે સલાડમાં ઉપયોગ કરવામાં આવે છે. ગાજર આપણી આંખો માટે અત્યંત ઉપયોગી છે. તેમાં વિટામીન એ મોટા પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા ન્યૂટ્રિએટ્સ કેન્સરરોધી પ્રોપર્ટી માટે હોય છે.
6. ટામેટા:
ટામેટાનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. જોકે ટેકનિકલ રીતે ટામેટાં શાકભાજી નહીં પરંતુ ફળના સ્વરૂપમાં આવે છે. લાઈકોપીન અને એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર ટામેટાં પ્રોસ્ટેટ કેન્સર રોકવામાં મદદ કરે છે. આંખો માટે પણ ટામેટાનો ઉપયોગ લાભકારી છે. વધતી ઉંમરની સાથે થતી મુશ્કેલીમાં પણ ટામેટા ઘણા ઉપયોગી છે.
7. વટાણા:
શિયાળો શરૂ થતાં જ ઘરમાં વટાણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. ખોરાકનો સ્વાદ વધારનારા વટાણા ગુણમાં પણ કોઈ શાકભાજીથી ઓછા નથી. તેમાં ફાયબર, પ્રોટીન, વિટામીન્સ મોટા પ્રમાણમાં હોય છે. પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન માટે વટાણા એક મોટો સોર્સ છે. વટાણામાં રહેલ ફાયબર પેટના ગુડ બેક્ટેરિયા માટે ઉપયોગી છે. વટાણાને પૂરતા પ્રમાણમાં ખાવાથી ડાઈડેશનમાં હેલ્પ કરે છે.