Sleep Paralysis:શું તમને એવો અનુભવ ક્યારેય થયો છે કે તમે ઊંઘમાંથી જાગી ગયા હોય તેમ છતાં શરીરને હલાવી ન શકો ? ક્યારે ઊંઘમાં એવું લાગે કે તમારી છાતી પર કોઈ ભૂત બેઠું છે અથવા તો ભાર વધી ગયો છે ? તમે બોલવાનો પ્રયત્ન કરો છો પરંતુ તમારા ગળામાંથી અવાજ નથી નીકળતો ? થોડી સેકન્ડ માટે તમારું શરીર હલનચલન કરવાનું બંધ કરી દે છે ત્યાર પછી અચાનક જ બધું નોર્મલ લાગે છે. તમે જાગતા હોય છતાં પણ કંઈ કરી શકતા નથી... જે વ્યક્તિ આ સ્થિતિમાંથી પસાર થાય છે તે જ જાણે છે કે આ અનુભવ કેટલો ભયંકર હોય છે. જો આવા અનુભવ તમને પણ થતા હોય તો તે કોઈ ભૂત નથી પરંતુ તે એક બીમારી છે. આ પ્રકારના અનુભવ થતા હોય તેને સ્લીપ પેરાલીસીસ કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Jaggery with Curd: ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા


શું છે સ્લીપ પેરાલીસીસ ? 


સામાન્ય રીતે સ્લીપ પેરાલીસીસ ત્યારે થાય છે જ્યારે સુતી વખતે કે જાગવાના હોય તે દરમિયાન તમે ટ્રાન્ઝિસ્ટ ફેસમાં જતા રહો. સામાન્ય શબ્દોમાં કહીએ તો આ એક એવી અવસ્થા હોય છે જ્યારે તમે કાચી ઊંઘમાં હોય. તમારી ઊંઘ પૂરી ન થઈ હોય એવી સ્થિતિમાં તમારું મગજ તો જાગી ગયું હોય છે પરંતુ શરીરને આરામની જરૂર હોય છે. આ અવસ્થામાં તમે તમારી આસપાસના અવાજ સાંભળી શકો છો બધી જ વસ્તુને જોઈ શકો છો પરંતુ શરીર હલનચલન કરવાના મોડમાં નથી હોતું. આવી સ્થિતિ થોડી સેકન્ડ માટે રહે છે અને પછી તમે જાગૃત થઈ જાવ છો. પરંતુ એ થોડી સેકન્ડનો સમય ભયંકર અનુભવ કરાવે છે. 


આ પણ વાંચો: Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવ


સ્લીપ પેરાલીસીસના લક્ષણ 


સ્લીપ પેરાલીસીસના કેટલાક સામાન્ય લક્ષણ હોય છે. જેમકે સુતી વખતે અચાનક જાગી જવું અને પછી શરીરને હલાવી ન શકવું, થોડી મિનિટ માટે શ્વાસ અટકી જવો કે શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તેવો અનુભવ કરવો, છાતી પર ભાર હોય કે કોઈ બેઠું હોય તેવો અનુભવ કરવો, ખરાબ સપનું જોયા પછી અચાનક જાગી જવું, વિચિત્ર અવાજ સંભળાવા.


સ્લીપ પેરાલીસીસના કારણ 


સ્લીપ પેરાલીસીસનું મુખ્ય કારણ હોય છે ઓછી ઊંઘ થવી, માનસિક સ્ટ્રેસ, સ્લીપ સાઇકલ ખરાબ હોવી, માનસિક બીમારીની કેટલીક દવાઓની આડઅસર. 


આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દી માટે ગોળ સહિત આ વસ્તુઓ છે ઝેર સમાન, ખાવાથી વધી જાય છે જોખમ


સ્લીપ પેરાલીસસથી બચવાના ઉપાય 


સ્લીપ પેરાલીસીસને અટકાવવું મુશ્કેલ છે પરંતુ તમે તેના જોખમને ઘટાડી શકો છો. તેના માટે નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ લેવાનું શરૂ કરો. ત્યાર પછી સ્ટ્રેસ ઓછો લેવો. નિયમિત રીતે વ્યાયામ કરો અને સૂવાનો તેમજ જાગવાનો સમય ફિક્સ રાખો. સ્લીપ પેરાલીસીસમાં સૌથી વધુ ફાયદો થાય છે જ્યારે તમે સુતા પહેલા નિયમિત યોગ કરવાનું શરૂ કરો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)