રાતે આ 5 લક્ષણો જોવા મળે તો તરત કરાવી લેજો બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસ હોઈ શકે
Diabetes Symptoms: ડાયાબિટીસ થાય તો શરીરમાં અનેક લક્ષણો અને સંકેત જોવા મળે છે. તેમાંથી કેટલાક લક્ષણો એવા પણ છે જે સામાન્ય રીતે રાતે જોવા મળે છે. જો સમયસર આ લક્ષણોની ઓળખ કરી લેવામાં આવે તો તમે આ ગંભીર બીમારીથી બચી શકો છો. જાણો આ સંકેતો વિશે....
અત્યારના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ચૂકી છે. જ્યં પહેલા આ બીમારી મોટાભાગે મોટી ઉંમરના લોકોમાં જોવા મળતી હતી ત્યાં હવે આજકાલ તો યુવાઓ અને બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે. ડાયાબિટીસ થવાની સ્થિતિમાં પેન્ક્રિયાઝમાં ઈન્શ્યુલિન પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થઈ શકતું નથી જેના કારણે બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ડાયાબિટીસને સાઈલેન્ટ કીલર પણ કહે છે. કારણ કે તેના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તે ધીરે ધીરે શરીરના મુખ્ય અંગોને ડેમેજ કરી શકે છે. ડાયાબિટીસ થાય તો શરીરમાં અનેક લક્ષણો અને સંકેત જોવા મળે છે. તેમાંથી કેટલાક લક્ષણો એવા પણ છે જે સામાન્ય રીતે રાતે જોવા મળે છે. જો સમયસર આ લક્ષણોની ઓળખ કરી લેવામાં આવે તો તમે આ ગંભીર બીમારીથી બચી શકો છો. જાણો આ સંકેતો વિશે....
રાતે વારંવાર પેશાબ માટે જવું
જો તમને રાતે વારંવાર પેશાબ માટે ઉઠવું પડતું હોય તો તે ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે. ડાયાબિટીસ થયો હોય તો બ્લડમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધી જાય છે જેના કારણે શરીર યુરિનની મદદથી તેને બહાર કાઢવાની કોશિશ કરે છે. આ કારણસર વારંવાર પેશાબ જવાની ઈચ્છા થતી હોય છે.
વધુ પડતી તરસ લાગવી
રાતે વારંવાર પેશાબ લાગવી એ પણ ડાયાબિટીસનું એક લક્ષણ છે. વાત જાણે એમ છે કે જ્યારે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય તો કિડની તેને બહાર કાઢવા માટે વધુ યુરિન બનાવે છે. જેના કારણે શરીરમાં પાણીની કમી થઈ શકે છે અને તમને વારંવાર તરસ લાગે છે. જો તમે પણ આવું કઈક મહેસૂસ કરતા હોવ તો એકવાર તમારો બ્લડ શુગર ટેસ્ટ જરૂર કરાવી લેવો.
રાતે વધુ પરસેવો આવવો
રાતે વધુ પડતો પરસેવો થવો એ પણ ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે. જ્યારે બ્લડ શુગર લેવલ ખુબ વધુ કે ઓછું થઈ જાય તો શરીરમાં ગરમી વધી જાય છે. જેના કારણે વ્યક્તિને વધુ પરસેવો થાય છે.
પગમાં ઝણઝણાહટ કે દુખાવો થવો
જો તમને રાતે પગમાં ઝણઝણાહટ કે સુન્નપણું કે દુખાવો મહેસૂસ થતો હોય તો તે ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ શુગરના કારણે નસોને નુકસાન થઈ શકે છે. જેને ડાયાબિટિક ન્યૂરોપેથી કહેવાય છે. જો તમને પણ આ પ્રકારના લક્ષણ મહેસૂસ થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ઊંઘ આવવામાં મુશ્કેલી
ડાયાબિટીસના દર્દી રાતે ઊંઘ સંબંધિત મુશ્કેલી અનુભવતા હોય છે. ડાયાબિટીસ થાય ત્યારે બ્લડ શુગર લેવલ ઉપર નીચે રહેતું હોય છે. જેના કારણે વારવાર ઊંઘમાં ખલેલ પડે છે કે ગાઢ ઊંઘ આવતી નથી. રાતે ઊંઘ પૂરી ન થવાના કારણે બીજા દિવસે થાક અને નબળાઈ મહેસૂસ થઈ શકે છે.
Disclaimer: અહીં રજૂ કરાયેલી જાણકારી ફક્ત માહિતી આપવાના હેતુથી શેર કરવામાં આવી છે. તેને ડોક્ટરની સલાહ તરીકે ગણવી જોઈએ નહીં. કોઈ પણ બીમારી કે વિશિષ્ટ હેલ્થ કન્ડિશન માટે સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટર/એક્સપર્ટની સલાહના આધારે જ સારવારની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ)