Bathua Special: બથુઆ (Bathua) ઠંડીની સિઝનમાં મળી આવતી તે ભાજી છે જે દરેક વ્યક્તિને પસંદ આવતી નથી. તેના પરોઠા (Bathua Paratha) પણ બનાવવામાં આવે છે અને તેને શાક સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. બથુઆ અત્યંત ફાયદાકારક શાકભાજી (Vegetable) છે. આ શાકભાજી પ્રોટીન (Protein) અને આયર્ન (Iron) જેવા પોષકતત્વોનો ભંડાર છે. એવામાં સિનિયર સિટીઝન હંમેશા ઠંડીની સિઝનમાં (Winter Season) તેને ખાવાની સલાહ આપતાં આવ્યા છે. ત્યારે તમારે પણ જાણવું જરૂરી છે કે બથુઆની ભાજી (Bathua Bhaji) કેમ ખાવી જોઈએ અને તે કેમ ફાયદાકારક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બથુઆમાં હોય છે વિટામિન, કેલ્શિયમ
બથુઆમાં વિટામિન એ, કેલ્શિયલ,ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વ હોય છે. આ ભાજીમાં અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત હોય છે. માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાના અનેક દેશોની સાથે અમેરિકા, યૂરોપ અને ઓસ્ટ્રેલિયામાં પણ મળી આવે છે. જોકે વિશેષજ્ઞ હંમેશા તેને એક હદ સુધી જ ખાવાની સલાહ આપે છે. બથુઆમાં ઓક્ઝેલિક એસિડ વધારે માત્રામાં હોય છે. આથી જો તમે તેને વધારે પ્રમાણમાં ખોરાકમાં ઉપયોગ કરો તો ડાયેરિયા જેવી બીમારી થઈ શકે છે. વાળનો ઓરિજિનલ કલર જાળવી રાખવામાં બથુઆ આમળા જેટલું જ ગુણકારી છે. તેમાં વિટામિન અને ખનીજ તત્વોનું પ્રમાણ આમળાથી વધારે હોય છે. તેમાં આયર્ન, ફોસ્ફરસ અને વિટામિન એ અને ડી વધારે માત્રમાં મળી આવે છે.


આ પણ વાંચો:- પોસ્ટ ઓફિસની જબરદસ્ત બેનિફિટ સ્કીમ, 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા; જાણો વધુ વિગત


બથુઆના ફાયદા
1. બથુઆના પાનને કાચા ચાવવાથી શ્વાસની દુર્ગંધ, પાયોરિયા અને દાંતો સાથે જોડાયેલ અન્ય સમસ્યાઓથી ફાયદો થાય છે.
2. કબજિયાતમાંથી રાહત અપાવવામાં બથુઆ અત્યંત ઉપયોગી છે. લકવા, ગેસની સમસ્યામાં તે ઘણી ફાયદાકારક છે.
3. ભૂખમાં ઘટાડો થવો, ખોરાક મોડેથી પચવો, ખાટા ઓડકાર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે બથુઓ ઉપયોગી છે.
4. બથુઆ અને ગળોનો રસ લઈને એક સીમિત પ્રમાણમાં બંનેને મિક્સ કરો, પછી તેનું મિશ્રણ 23-30 ગ્રામ રોજ દિવસમાં બે વખત લેવાથી આરામ મળે છે.
5. બથુઆને 4-5 લીમડાના પાનના રસની સાથે લેવામાં આવે તો લોહી અંદરથી શુદ્ધ થઈ જાય છે અને સાથે જ બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે.
6. બાળકોને કેટલાંક દિવસ સુધી બથુઆ ખવડાવવામાં આવે તો તેનાથી પેટની કીડા મરી જાય છે. બથુઆ પેટના દુખાવામાં ઉપયોગી છે.
7. બથુઆને ઉકાળીને તેનો રસ પીવા અને શાકભાજી બનાવીને ખાવાથી ચામડીના રોગ જેવા કે સફેદ રોગ, ફોડલા-ફોડલી, ખંજવાળમાં આરામ મળે છે.
8. બથુઆના પાનને પીસીને તેનો રસ કાઢો, 2 કપ રસમાં અડધો કપ તલનું તલ મિક્સ કરો અને તેને ધીમા તાપે ગરમ કરો. તેને પીવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube