નવી દિલ્હીઃ ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ એક સાયલન્ટ કિલ છે, જે ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે અને તમને ત્યારે ખબર પડે છે જ્યારે તમે તેની ગિરફ્ટમાં આવી જાવ છો. જો તમે એકવાર ડાયાબિટીસના દર્દી બની ગયા તો તે જીવો ત્યાં સુધી પીછો છોડતી નથી. તેથી આ બીમારીથી સતર્ક રહેવું જરૂરી છે. ખાસ કરીને જો આ બીમારી થઈ જાય તો ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાવા-પીવાનું ધ્યાન રાખી તમે બ્લડ સુગરને કંટ્રોલ રાખી શકો છો અને ડાયાબિટીસના લક્ષણોને કાબૂ કરી શકો છો. ઘણીવાર તમે અજાણતા એવી વસ્તુનું સેવન કરી લો છો જે લોહીમાં બ્લડ સુગર વધારવાનું કામ કરે છે. તેવામાં જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ભૂલમાં પણ આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. અહીં અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવી રહ્યાં છીએ જેને તમારે અવોઇડ કરવા જોઈએ.


તળેલી વસ્તુથી દૂર રહો
ડાયાબિટીસના દર્દીઓએ તળેલી વસ્તુથી દૂર રહેવું જોઈએ. આ બીમારીમાં તમારે ભજીયા-પકોડા, ફ્રેન્ચ ફ્રાઇઝ, બટાટાની ચિપ્સ, સમોસા વગેરેનું સેવન ન કરવું જોઈએ. આ વસ્તુ લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધારે છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે. 


આ પણ વાંચોઃ લટકતા પેટને અંદર કરવું હોય તો ડાઇટમાં આ 3 લીલી વસ્તુ કરો સામેલ, ઝડપથી ઘટશે વજન


સોફ્ટ ડ્રિંક્સથી દૂર ભાગો
સોફ્ટ ડ્રિંક્સમાં ખુબ સુગર અને કાર્બોહાઇડ્રેટ હોય છે, જે બ્લડ સુગર લેવલને વધારી શકે છે, તેથી ડાયાબિટીસમાં તેનું સેવન ન કરવું જોઈએ. આ સાથે બજારમાં મળનાર આવા પ્રકારના એનર્જી ડ્રિંક્સનું સેવન ન કરવું જોઈએ.


આ ફળોનું સંભાળીને કરો સેવન
તમે જાણીને ચોકી જશો પરંતુ આ બીમારીમાં ફળોનું પણ સંભાળીને સેવન કરવું જોઈએ, કારણ કે કેટલાક ફળોમાં સુગરની માત્રા વધુ હોય છે. જેમ કે કેરી, ચીકુ, કેળા, અંજીર વગેરે. તેથી આ ફળ કે તેના રસનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.


ડિસ્ક્લેમર
આ સલાહ સહિત સામગ્રી માત્ર જાણકારી પ્રદાન કરે છે. આ કોઈ પ્રકારે યોગ્ય ચિકિત્સિય સલાહ નથી. વધુ જાણકારી માટે તમે નિષ્ણાંત ડોક્ટરની સલાહ લઈ શકો છો.