Viral Fever Symptoms: તાવ એવી સમસ્યા છે જે વાતાવરણ બદલે ત્યારે વધારે પ્રમાણમાં જોવા મળે છે. જોકે મોટા ભાગના લોકો વાયરલ ફીવર અને સામાન્ય તાવ વચ્ચે અંતર જાણતા નથી જેના કારણે ઘણી વખત ગંભીર સમસ્યાઓ થઈ જાય છે. જો તમને વાયરલ તાવ હોય તો ભૂખ ન લાગવી, થાક, શરીરમાં દુખાવો જેવા લક્ષણ જોવા મળે છે. આ લક્ષણો જણાઈ તો તેને ક્યારેય સામાન્ય તાવ સમજીને તેની અવગણના કરવી નહીં કારણ કે આમ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે વાયરલ તાવ ના લક્ષણો કયા હોય છે અને આ લક્ષણો જોવા મળે તો તુરંત શું કરવું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ તાવના લક્ષણો


ઠંડી લાગે


વાયરલ તાવમાં સામાન્ય રીતે ઠંડી વધારે લાગે છે. સાથે જ અચાનક શરીરમાં થાક લાગે છે.


આ પણ વાંચો:


Health Tips: સવારે ગરમ પાણી પીવાથી શરીરને ફાયદો થાય કે નુકસાન? જાણો સાચો જવાબ


અનિયમિત માસિકની સમસ્યા સતાવતી હોય તો આ વસ્તુ ખાવાની કરો શરુઆત, નિયમિત થશે Period


Health Tips: ગરમીના દિવસોમાં ખાવા જ જોઈએ તુરીયા, શરીરને થાય છે આટલા લાભ


તાવ

વાયરલ તાવ આવ્યો હોય તો તેનું મુખ્ય લક્ષણ છે કે આ તાવ સો ડિગ્રી થી વધારે નથી હોતો.


સ્નાયુમાં દુખાવો


વાયરલ તાવ હોય તો સ્નાયુઓમાં દુખાવો થાય છે. વાયરલ તાવમાં સ્નાયુના દુખાવાની દવા ખાવ તો પણ તે અસર કરતી નથી. 


ઝડપથી થાકી જવું


જો તમને વાયરલ તાવ હશે તો થાક ઝડપથી લાગશે. આવી સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.


શરીરના નીચેના ભાગમાં દુખાવો


વાયરલ તાવમાં દર્દીને શરીરના નીચેના ભાગમાં દુખાવો વધી જાય છે ખાસ કરીને પગ અને સાથળ સૌથી વધારે પ્રભાવિત થાય છે. 


માથામાં દુખાવો


વાયરલ તાવમાં માથાનો દુખાવો પણ સખત થાય છે અને લાંબા સમય સુધી રહે છે. આવી સ્થિતિમાં આળસ પણ વધી જાય છે. 


વાયરલ તાવથી બચવા શું કરવું ?


વાયરલ તાવથી બચવું હોય તો વારંવાર પોતાના હાથ ધોવાનું રાખવું. ફ્લુના કોઈ પણ લક્ષણ કે શરીરમાં નબળાઈ જણાઈ તો આરામ કરો. અનિયમિત દિનચર્યા ને ટાળો અને આહાર વ્યવસ્થિત લેવાનો રાખો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)