કોરોનાથી બચવું હોય તો આ ચીજોનું ખાસ કરો સેવન, વાયરસ આજુબાજુ પણ નહીં ફરકે
કોરોના વાયરસથી બચવા માટે જેટલું જરૂરી સમયાંતરે હાથ ધોવાનું છે એટલું જ જરૂરી યોગ્ય આહાર લેવાનું પણ છે. કોરોનાનું જોખમ સૌથી વધુ એવા લોકો પર છે જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વિટામીન સી, ડી અને અનેક માઈક્રોન્યૂટ્ર્ન્ટ્સ એવા છે જે તમને કોરોનાથી બચાવી શકે છે.
નવી દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે જેટલું જરૂરી સમયાંતરે હાથ ધોવાનું છે એટલું જ જરૂરી યોગ્ય આહાર લેવાનું પણ છે. કોરોનાનું જોખમ સૌથી વધુ એવા લોકો પર છે જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વિટામીન સી, ડી અને અનેક માઈક્રોન્યૂટ્ર્ન્ટ્સ એવા છે જે તમને કોરોનાથી બચાવી શકે છે.
વિટામિન ડી ઈન્ફેક્શન સામે લડવામાં કરે છે મદદ
વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ વિટામિન સી, વિટામિન ડી, ઝિંક અને ઓમેગા-3 ફેટી એસિડ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ કારગર નીવડે છે. કોરોનાકાળમાં તમારા ડાયટમાં પોષક તત્વો હોવા ખુબ જરૂરી છે. વિટામિન સી શરીરમાં રહેલા ઈમ્યુન સેલ્સને વધારવાની સાથે સાથે શરીરમાં એન્ટીબોડીની માત્રા પણ વધારે છે અને વિટામિન ડી ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.
ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસર એડ્રીયન ગોમબાર્ડના જણાવ્યાં મુજબ ઈન્ફેક્શનથી બચવા માટે જ્યાં સોશિયલ ડિસ્ટરન્સિંગ, હાથ ધોવા, વેક્સિન વગેરે જરૂરી છે, એટલું જ જરૂરી છે પોષણ. લોકો હંમેશા તેને અવગણે છે પરંતુ જો યોગ્ય પોષણ પર ધ્યાન અપાય તો કોરોના અને બીજા ઈન્ફેક્શનથી લોકો બચી શકે છે.
ઝિંક ખુબ જરૂરી
મેક્સ હોસ્પિટલ સાકેતમાં ન્યૂટ્રિશિયન અને ડાયટિક્સ હેડ રિતિકા સમાદારનું માનીએ તો ઈમ્યુનિટી વધારવા માટે તમે ટામેટા, આંબળા, ગાજર, ચેરી જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો. તે એન્ટીઓક્સીડન્ટ તરીકે કામ કરે છે. જે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે સાથે શરીરની યોદ્ધા કોશિકાઓને પણ વધારે છે.
બેક્ટેરિયા અને વાયરસ સામે લડવા માટે ઝિક ખુબ જરૂરી છે. ઝિંકની પૂર્તિ માટે ડ્રાયફૂટ અને નટ્સ ખાઈ શકો છો. આ ઉપરાંત પોલ્ટ્રી અને બીજનું સેવન પણ કરી શકો છે.
સૌથી અસરકારક આ વસ્તુઓ
વાયરસ અને ઈન્ફેક્શનથી બચવા માટે ઝડીબૂટીઓ અને ઔષધિઓનો પણ ઉપયોગ થઈ શકે છે. જેમા સૌથી અસરકારક હળદર, આદું, તજ, કાળામરી વગેરે છે. આ બધી વસ્તુઓ આપણા ઘરમાં સરળતાથી મળે છે. માત્ર ખાવામાં સ્વાદ જ નહીં પરંતુ તમને વાયરસ સામે પણ રક્ષણ આપશે.