Cooking Tips : ઉનાળો એટલે કેરીની સીઝન, અને કેરીની સીઝન એટલે અથાણા બનાવવાની સીઝન. ગુજરાતીઓને થાળીમાં અથાણા વગર ન ચાલે. ત્યારે ઉનાળામાં મોટાભાગના ગુજરાતી પરિવારોમાં અથાણા બનાવવામાં આવે છે. આ અથાણા આખુ વર્ષ સાચવવામાં આવે છે. પરંતું ક્યારેક એવુ બને છે કે મહાનહેનત બનાવેલા અથાણા ક્યારેક બગડી જાય છે. અથાણામાં ફૂગ પડવી, કાળુ પડી જવા, કોકડા પડવું, પોચાઈ અથવા કઠણ થઈ જવું જેવી સમસ્યાઓ થાય છે. જો તમારે અથાણા લાંબો સમય સાચવવા હોય, અને તેને બગડતા અટકાવવા હોય તો આ ટિપ્સ અપનાવજો. તમારા અથાણા ક્યારેય નહિ બગડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિનેગર નહિ, મીઠું વાપરો  
કોઇ પ્રકારના અથાણામાં કીડા પડી જવાથી તેની બગડવાની શરૂઆત થઈ જાય છે. અનેક લોકો અથાણાં બનાવવા માટે વિનેગરનો ઉપયોગ કરે છે, જે અથાણાને વધારે બગાડે છે. જો અથાણામાં વધુ પડતું વિનેગર નાંખવામાં આવે તો તેમાં જીવાત પડી શકે છે. પરંતું ખારાશ આ પ્રકારની જીવાતને અટકાવે છે. તેથી અથાણાંમાં મીઠાનો ઉપયોગ વધારે કરો. મીઠું  અથવા એસેટિક એસિડ અથાણામાં નાંખવાથી તેમાં જીવાત નહિ પડે. સાથે જ એ પણ ધ્યાન રાખો કે, વિનેગર અથાણાને સાચવતું નથી, પરંતુ તેને વધારે બગાડે છે. હલકી કક્ષાનું વિનેગર નાખવાથી પણ અથાણું બગડે અથવા તો વિનેગર અને મીઠામાં રહેલાં કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા ક્ષારના અશુદ્ધ તત્ત્વો તેમ જ ખરાબ શાકભાજીના ક્ષાર વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી પણ અથાણું બગડી જાય છે. 


સુરત પોલીસની નવી ટ્રીક કામ કરી ગઈ, લોકોએ જાતે જ હથિયાર સરેન્ડર કર્યાં


આ ઉપરાંત બીજી મોટી સલાહ એ છે કે, અથાણું નાખતી વેળા હાથ સાફ હોવા જરૂરી છે. આ ઉપરાંત પાણીવાળા હાથે કદી અથાણું કરવું નહીં. જો અથાણાંને પાણી લાગશે તો તે બગડવાનું એક કારણ પણ બની શકે છે. 


અથાણામાં ફૂગ અટકાવવા માટે આટલું કરો 
અથાણામાં ફૂગ પડવાનું પ્રમાણ વધી જાય છે. તેમાં પણ લીંબુના અથાણામાં ફૂગ વધારે પડે છે. તેથી લીંબુનો રસ બરાબર કાઢીને અથાણું બનાવો. તો અથાણાનો ડબ્બો પણ ચોખ્ખો રાખો. અથાણાને સમયાંતરે ઉકાળવાથી અથાણા ક્યારેય બગડતા નથી.


અથાણું કાળુ પડે તો આ કરો
ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, અથાણા માટે લોખંડના સાધનોનો વપરાશ ટાળો. આવું કરવાથી અથાણું કાળુ પડી શકે છે. તેમજ અથાણાંમાં જીવાત પડવાથી પણ તે કાળું પડી જાય છે. તેથી લીંબુમાં ઓક્સિડેશન ટાળવા માટે લીંબુ પર મીઠું અથવા મસાલાનું પરત્વ વધારી શકાય. રેગ્યુલ વાપરવાનો ડબ્બો હવા વગરનો બરાબર પેક થાય તેવો હોવો જોઈએ.  


ડેડિયાપાડામાં કંઈ થશે તો મનસુખ વસાવાની જવાબદારી, ચૈતર વસાવાએ આપી ચીમકી


અથાણું કોકડું વળવું
અથાણાને સમયાંતરે સારી રીતે હલાવીને મિશ્રણને સમાન રીતે ફેલાવો. હવા આવી શકે તેવી જગ્યાએ સંગ્રહ કરો અને તેને ટાઢક સ્થળે મૂકો.


અથાણું પોચાઈ જવું કે કઠણ થવું 
પોચાવાથી બચાવવા માટે ભેજવાળી જગ્યાએથી દૂર રાખો. કઠણ પડી જાય તો હલકી ગરમી પર અથાણાનું ડબ્બો ધીમે ધીમે ગરમ કરો અને પાણીના કેટલીક ટીપાં ઉમેરો. અથાણું શા માટે બગડે છે અથાણાને બગડતું અટકાવવા માટે શું કરવું જોઈએ.


પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશે