Improve Eyesight: સતત વધી રહ્યા છે ચશ્માના નંબર ? તો આ 3 વસ્તુને દૂધમાં ઉમેરી પીવા લાગો, ઘટવા લાગશે નંબર
Improve Eyesight: આંખના નંબર જો વધવા લાગે તો ધૂંધળું દેખાવા લાગે છે. જો આંખ નબળી હોય અને તમે ચશ્મા પહેરતા જ હોય તેમ છતાં જો ધ્યાન રાખવામાં ન આવે તો નંબર વધવા લાગે છે. આંખના ચશ્માના નંબર જો સતત વધવા લાગે તો ચિંતા વધી જાય છે. આવી સ્થિતિમાં દૂધમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાથી આંખની રોશની વધી શકે છે.
Improve Eyesight: લેપટોપ કે કોમ્પ્યુટર પર કલાકો સુધી કામ કરવાના કારણે અને ફોન પર સતત રિલ્સ નજીકથી જોવાના કારણે આંખ નબળી પડી જાય છે અને ચશ્માના નંબર વધવા લાગે છે. આ ઉપરાંત ખરાબ ખાનપાન પણ આંખને પ્રભાવિત કરે છે. આંખના નંબર જો વધવા લાગે તો ધૂંધળું દેખાવા લાગે છે. જો આંખ નબળી હોય અને તમે ચશ્મા પહેરતા જ હોય તેમ છતાં જો ધ્યાન રાખવામાં ન આવે તો નંબર વધવા લાગે છે. આંખના ચશ્માના નંબર જો સતત વધવા લાગે તો ચિંતા વધી જાય છે. આવી સ્થિતિમાં દૂધમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાથી આંખની રોશની વધી શકે છે.
દૂધમાં મિક્સ કરીને પીવો આ 3 વસ્તુઓ
આ પણ વાંચો: Diabetes: સવારે વાસી મોઢે આ ખાઈ લો આ વસ્તુ, સાંજ સુધીમાં બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
દૂધ અને વરીયાળી
વરીયાળીનું સેવન કરવું આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે વરિયાળી વિટામિન સી, વિટામિન એ, આયરન, પોટેશિયમ સહિતના ગુણથી ભરપૂર હોય છે. જો તમે દૂધ સાથે વરિયાળી અને સાકર મિક્સ કરીને રોજ પીવો છો તો તેનાથી આંખને ફાયદો થશે. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં સાકર અને વરીયાળીનો પાઉડર મિક્સ કરી રોજ પીવો.
આ પણ વાંચો: Milk: આ લોકોએ રાત્રે ભુલથી પણ દૂધ પીવું નહીં, દૂધથી ફાયદાને બદલે થવા લાગશે નુકસાન
હળદર અને દૂધ
મોટાભાગના લોકો એવું માને છે કે હાડકા સંબંધિત સમસ્યા હોય તો હળદર અને દૂધને સાથે પીવાથી ફાયદો થાય. પરંતુ હળદર અને દૂધ આંખને પણ ફાયદો કરે છે. નિયમિત રીતે એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને પીવાનું શરૂ કરી દો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધશે હાડકા મજબૂત થશે અને સાથે જ આંખની નબળાઈ પણ દૂર થશે.
આ પણ વાંચો: સૂતી વખતે તળિયામાં બળતરા થતી હોય તો ન કરો ઈગ્નોર, આ ગંભીર સમસ્યાનું હોય શકે છે લક્ષણ
બદામ અને દૂધ
વિટામીન ઈ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર બદામ દૂધ સાથે લેવાથી આંખના રેટિનાનું સ્વાસ્થ્ય સુધરે છે. હુંફાળા દૂધમાં બદામનો પાવડર મિક્સ કરીને પણ પી શકાય છે અને બદામને દૂધમાં પલાળીને સવારે તેને ખાલી પેટ પણ ખાઈ શકાય છે. કોઈપણ રીતે બદામને દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)