Stomach Heat: પેટની ગરમી ખૂબ જ ખરાબ હોય છે. જે લોકોને પેટની ગરમીની સમસ્યા હોય તેમને સતત એવું લાગે કે શરીર ધગધગી રહ્યું છે. પેટની ગરમીના કારણે ગેસ અને એસિડીટીની સમસ્યા પણ વધી જાય છે. પેટની ગરમી મન પણ અશાંત થઈ જાય છે અને કોઈ કામ કરવાનું મન નથી થતું. પેટની ગરમીના ઘણા કારણો હોય છે. જેમાં સૌથી મુખ્ય હોય છે મસાલેદાર ખોરાક.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે લોકો વધુ પડતો મસાલેદાર ખોરાક ખાતા હોય છે તેમને પેટની ગરમીની સમસ્યા વધી જાય છે. આ બધા સિવાય બેઠાડુ જીવનશૈલી અને દવાઓ લેવાની આદતના કારણે પણ આ સમસ્યા થાય છે. જો તમને પણ પેટની ગરમીની સમસ્યા હોય તો તેને શાંત કરવા માટે તમે કેટલીક વસ્તુઓનું સેવન કરી શકો છો. આ વસ્તુઓ લેવાથી પેટની ગરમીની સમસ્યા દુર થાય છે. 


પેટની ગરમીથી મુક્તિ મેળવવા આ વસ્તુઓનું કરો સેવન


આ પણ વાંચો: 


શરીરના 3 ફેરફાર જણાવે છે કિડની છે ડેમેજ, એક પણ દેખાય તો તુરંત કરજો ડોક્ટરનો સંપર્ક


Tea Side Effects: દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ચા પીવાથી વધે છે આ બીમારી થવાનું જોખમ


ચોમાસામાં સ્કીન પર થતા ફંગલ ઈન્ફેકશનથી તુરંત મુક્તિ અપાવશે આ ઘરેલુ ઉપાયો


છાશ 


પેટની ગરમી દૂર કરવા માટે છાશ શ્રેષ્ઠ છે.  છાશ પાચન માટે ખૂબ જ સારી હોય છે. તેમાં રહેલા ગુડ બેક્ટેરિયા ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે અને પેટને ઠંડક આપે છે.


ઠંડુ દૂધ


ઠંડુ દૂધ પેટની ગરમીને ખૂબ જ ઝડપથી શાંત કરે છે. ઠંડુ દૂધ પીવાથી પેટનું તાપમાન ઓછું થાય છે અને એસિડનું સ્તર પણ ઓછું થાય છે. ઠંડા દૂધમાં પેટને શાંત કરવાની ક્ષમતા હોય છે. જો તમે દરરોજ એક ગ્લાસ ઠંડુ દૂધ પીવો છો તો તમને પેટની ગરમીથી મુક્તિ મળી જાય છે. 


ચોખાનું પાણી


તેના માટે ચોખાને ખુલ્લા વાસણમાં પાણી સાથે ઉકાળો. જ્યારે ભાત તૈયાર થઈ જાય તો તેને પાણી સાથે જ ખાઓ.  જો તમે ઈચ્છો તો આ ભાત સાથે એક ગ્લાસ છાશ પી શકો છો તેનાથી પેટની ગરમી થોડા જ દિવસોમાં દુર થશે. 


ફળ
 
પેટની ગરમીને શાંત કરવા માટે તમારે નારિયેળ, તરબૂચ, સફરજન, કાકડી, જેવા ફળોનું સેવન કરી શકો છો. તેનાથી પેટની ગરમીથી રાહત મળશે.  


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)