Curd Benefits: કેવા વાસણમાં જમાવવું જોઈએ દહીં ? જાણો સાચો જવાબ
Curd Benefits: દહીં ઘરે જમાવો તો પણ ઘરના લોકોની ફરિયાદ હોય છે કે દહીં બજાર જેવું નથી. ખાસ કરીને લસ્સી કે દહીંવડા જેવી વસ્તુઓ બનાવવી હોય ત્યારે પાણી વિનાના ઘટ્ટ દહીંની જરૂર પડે છે. આવું દહીં ઘરે જમાવવું હોય તો તેની બેસ્ટ રીત આજે તમને જણાવીએ.
Curd Benefits: દહીં આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે વાત તો તમે પણ જાણતા જ હશો. દરેક ઘરમાં રોજ દહીંનો ઉપયોગ થાય છે. જો કે મોટાભાગના લોકોને ઘરે જમાવેલા દહીં કરતાં બજારમાં મળતું દહીં વધારે ભાવે છે. જો તમારે પણ બજારમાં મળે છે તેવું જ દહીં ઘરે જમાવવું હોય તો આજે તમને તેની રીત જણાવીએ. ઘરમાં બજાર જેવું દહીં ન જામવા પાછળ કારણ એક એવું પણ હોય છે કે ઘરમાં દહીં સ્ટીલના વાસણ કે પ્લાસ્ટિકના કંટેનરમાં જમાવવામાં આવે છે. પરંતુ ખરેખર દહીંને માટીના વાસણમાં જમાવવું જોઈએ. તેનાથી દહીંના ગુણ પણ વધી જાય છે.
આ પણ વાંચો:
Coconut: રોજ સવારે કાચુ નાળિયેર ખાવાનો રાખો નિયમ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓથી મળશે મુક્તિ
જેને હોય આ બીમારીઓ તેમણે ન ખાવા સાબુદાણા, ખાવાથી ખરાબ થાય છે તબિયત
સોપારી જેવી દેખાતી આ વસ્તુ ખરાબ મૂડને તુરંત કરે ઠીક, જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદા
માટીના વાસણમાં દહીં જમાવવાથી તેનો સ્વાદ પણ વધી જાય છે અને દહીં પણ બજારમાં મળે તેવું પાણી વિનાનું જ જામે છે. જો તમે અન્ય વાસણનો ઉપયોગ કરો છો તો શરીરને જરૂરી પોષક તત્વો પણ મળતા નથી.
કયા વાસણમાં જમાવેલું દહીં સૌથી સારું ?
1. મોટાભાગે લોકો દહીં સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણોમાં સ્ટોર કરે છે. પરંતુ ખરેખર તો માટીના વાસણમાં દહીં રાખવાથી સૌથી વધુ ફાયદા થાય છે. માટીના વાસણો સાથે દહીં પ્રતિક્રિયા કરતું નથી તેના કારણે તે શુદ્ધ અને ગુણકારી રહે છે. તેનો સ્વાદ પણ વધી જાય છે.
2. માટીના વાસણમાં દહીં જમાવવાથી તે સામાન્ય તાપમાનમાં રહે છે. તેના કારણે દહીં ઝડપથી ખાટું થતું નથી અને બરાબર જામે છે.
3. માટીના વાસણમાં દહીં રાખવાથી તેના એસિડિક તત્વો ઓછા થાય છે. માટીના વાસણમાં રાખેલું દહીં ઘટ્ટ થઈ જાય છે. એટલા માટે દહીંને હંમેશા માટીના વાસણમાં રાખવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)