Health Tips: આ બીમારીઓમાં બદલી જાય છે જીભનો સ્વાદ, લક્ષણ જણાય તો તુરંત કરવું આ કામ
Health Tips: ભોજનના સ્વાદનો મુખ્ય આધાર આપણી જીભ પર હોય છે. પરંતુ ઘણીવાર તમે પણ અનુભવ્યું હશે કેટલીક બીમારીમાં જીભનો સ્વાદ બદલી જાય છે અને ભોજન પણ ફીક્કુ અથવા તો કડવું લાગે છે. સામાન્ય રીતે લોકો આ વાતની અવગણના કરે છે પરંતુ જીભનો સ્વાદ બદલી જવો ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે.
Health Tips: ભોજન કર્યા વિના દિવસ પસાર થઈ શકતો નથી. પરંતુ ભોજન માત્ર પેટ ભરવા માટે નથી થતું. દરેક વ્યક્તિ ભોજન તેના સ્વાદ અને માણવા માટે પણ કરે છે. જો ભોજન જરા પણ બેસ્વાદ હોય તો પેટ ભરીને જમી શકાતું. ભોજનના સ્વાદનો મુખ્ય આધાર આપણી જીભ પર હોય છે. પરંતુ ઘણીવાર તમે પણ અનુભવ્યું હશે કેટલીક બીમારીમાં જીભનો સ્વાદ બદલી જાય છે અને ભોજન પણ ફીક્કુ અથવા તો કડવું લાગે છે. સામાન્ય રીતે લોકો આ વાતની અવગણના કરે છે પરંતુ જીભનો સ્વાદ બદલી જવો ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. ઘણી બીમારી એવી હોય છે જેમાં જીભનો સ્વાદ અને રંગ બદલી જાય છે. આ વાતની અવગણના કર્યા વિના તુરંત જ ઈલાજ શરૂ કરી દેવો જોઈએ.
કઈ કઈ બીમારીમાં બદલે છે જીભનો સ્વાદ
આ પણ વાંચો:
1 રૂપિયાનું આ પાન કબજિયાતનો છે રામબાણ ઈલાજ, ટ્રાય કરશો તો માની જશો તમે પણ
ઝડપથી ઉતારવા હોય આંખના નંબર તો ખાવી આ 6 વસ્તુ, ચશ્મા પહેરવાની નહીં પડે જરૂર
Health Tips: ખાવાની આ 4 વસ્તુઓમાં ક્યારેય ન ઉમેરવું લીંબુ, ભોજન બની જાશે ઝેર સમાન
- જ્યારે પણ તાવ આવે છે ત્યારે જીભનો સ્વાદ ઘટી જાય છે. આ એક સામાન્ય શારીરિક સમસ્યા છે પરંતુ કેટલીક વખત ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે.
- ડાયાબિટીસના દર્દીઓને પણ ઘણી વખત જીભના સ્વાદમાં પરિવર્તન અનુભવાય છે. જીભનો સ્વાદ બદલી જવો બ્લડ સુગરમાં વધઘટ થયાનો સંકેત પણ હોય છે.
- દાંત ની સમસ્યામાં પણ ઘણી વખત જીભનો સ્વાદ પ્રભાવીત થાય છે. કેવીટી, સાફ-સફાઈનો અભાવ અને ઇન્ફેક્શનના કારણે પણ ઘણી વખત જીભનો સ્વાદ બદલી જાય છે.
- ઘણી ન્યુરોલોજીકલ બીમારી જેમકે પાર્કિંસન, અલ્ઝાઈમર્સ, સ્ક્લેરોસિસ જેવી સમસ્યાઓમાં પણ જીભના સ્વાદમાં ફેરફાર અનુભવાય છે.
- શરદી ઉધરસમાં પણ જીભનો સ્વાદ ઘટી જાય છે. નાક બંધ હોવાથી જીભના સ્વાદમાં પણ ઘટાડો આવી જાય છે. કારણ કે નાકમાં રહેલી કોશિકા ટેસ્ટ બડને પણ અસર કરે છે.
- કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન પણ આ લક્ષણ જોવા મળ્યું. કોરોના વાયરસના સંક્રમણથી જીભનો સ્વાદ ઘટી જાય છે. કોરોનાનું આ લક્ષણ તેના મુખ્ય લક્ષણમાંથી એક છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)