Health Tips: ઠંડીની ઋતુમાં ન પડવું હોય બીમાર તો અત્યારથી ડાયટમાં સામેલ કરો આ 6 વસ્તુઓ, શરીર રહેશે નિરોગી
Health Tips: બદલાતા વાતાવરણમાં ખાવા-પીવાની આદતો પર યોગ્ય ધ્યાન આપવું જરૂરી હોય છે. આમ કરવાથી શરીરમાં કોઈ રોગ નહીં આવે. આ બદલાતી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ સ્થિતિમાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો તેનાથી શિયાળામાં શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે.
Health Tips: ભારતમાં હવામાન બદલાવા લાગ્યું છે. આગામી થોડા જ દિવસોમાં ઠંડીની મોસમ શરૂ થશે. ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં બીમારીઓનું સંક્રમણ પણ ઝડપથી ફેલાય છે. પરંતુ બદલતા વાતાવરણમાં જો તમારે બીમાર ન પડવું હોય તો સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે કેટલીક વસ્તુઓને દૈનિક આહારમાં સમાવેશ શરુ કરી દેવો જોઈએ.
બદલાતા વાતાવરણમાં ખાવા-પીવાની આદતો પર યોગ્ય ધ્યાન આપવું જરૂરી હોય છે. આમ કરવાથી શરીરમાં કોઈ રોગ નહીં આવે. આ બદલાતી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ સ્થિતિમાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો તેનાથી શિયાળામાં શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે.
આ પણ વાંચો:
Milk Ghee: દૂધમાં એક ચમચી ઘી ઉમેરી 15 દિવસ રોજ પીવું, શરીરની વધેલી ચરબી થઈ જશે ગાયબ
ડાયાબિટીસના દર્દીઓની ચા-કોફીની મીઠી કરી શકે છે આ 3 વસ્તુઓ, ખાંડને બદલે થાય છે ઉપયોગ
વારંવાર એસિડિટી થતી હોય તો એકવાર ટ્રાય કરો આ ઘરેલુ નુસખો, મિનિટોમાં મટી જશે બળતરા
ઘી અને નાળિયેર તેલ
બદલાતી ઋતુમાં તમારે તમારા આહારનું ધ્યાન રાખવું જોઈએ. તેના માટે ઓક્ટોબર મહિનાથી ઘી અને નાળિયેર તેલ ખાવાનું શરૂ કરો છો. દૈનિક ભોજનમાં તેલ અને ઘી સારી માત્રામાં મિક્સ કરી ખાવાનું રાખો.
તેજાનાનો ઉપયોગ
આ દિવસોમાં ખોરાકમાં કેટલાક મસાલાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. જેમકે આદુ, એલચી, તજ, લવિંગ, કાળા મરી, લસણ, ડુંગળી જેવા મસાલાઓનો ઉપયોગ ખોરાકને પચાવવામાં મદદ કરે છે.
ગરમ ભોજન જ કરો
ઓક્ટોબર મહિનામાં ઠંડુ સલાડ ખાવાને બદલે ગરમ સૂપ પીવાનું રાખો. આ દિવસોમાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી ખાવા. આ સિવાય ભોજન પણ ગરમ હોય ત્યારે જ કરી લેવું.
કાળા મરી
આ સિઝન માટે કાળા મરી, હળદર અને તજને બેસ્ટ ગરમ મસાલા છે. કાળી મરી ગેસ દૂર કરે છે અને શરદી મટાડી અને પાચન સરળ બનાવે છે. મરીને રસોઈ ઉપરાંત ચામાં પણ ઉમેરી શકો છો.
આ પણ વાંચો:
Health Tips: રોજ 5 કલાકથી ઓછી ઊંઘ કરનારને આ ગંભીર બીમારીઓ થવાનું વધે છે જોખમ
Curd-Rice: ફરમેન્ટેડ દહીં ભાત ખાવાથી શરીરને થાય છે આ 5 ગજબના ફાયદા
તજ
શિયાળાની ઋતુમાં હાથ-પગ સૌથી વધુ ઠંડા રહે છે. પરંતુ જો તમે ચામા તજ ઉમેરી પીવો છો તો તેનાથી ઠંડી નહીં લાગે અને સાથે જ કફ દોષને શાંત થશે.
ગરમ દૂધમાં જાયફળ
સારી ઊંઘ માટે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચપટી જાયફળનો પાવડર ઉમેરી પીવો. આમ કરવાથી અનિદ્રાની સમસ્યા દુર થશે. જાયફળ કબજિયાત અને ગેસથી પણ રાહત અપાવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)