ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણે બધા જાણીએ છીએ કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા સાથે વિટામિન સી હૃદય રોગની સંભાવનાને ઘટાડે છે, હાઈ બ્લડ પ્રેશરનું સંચાલન કરવામાં મદદ કરે છે, શરીરમાં આયર્નની ઉણપને રોકવામાં મદદ કરે છે અને લોહીમાં યુરિક એસિડનું સ્તર ઘટાડે છે. પરંતુ શું તમે જાણો છો કે વિટામિન સી ઘણી બધી લાક્ષણિકતાઓ વાળા તમારા મૌખિક સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે? વિટામિન સીથી ભરપૂર આહાર પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને રોકી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિંજિવાઈટિસનો સંકેત છે પેઢામાંથી લોહી નીકળવું
જો તમારા પેઢામાંથી લોહી નીકળતું હોય તો તમારે દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ, કારણ કે તે જીંજીવાઇટિસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો કે શરીરમાં વિટામિન સી નો અભાવ હોય ત્યારે પણ ઘણી વખત પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે.


વિટામીન સી ની કમીથી આવે છે પેઢામાં લોહી
જ્યારે પણ કોઈ વ્યક્તિને દાંત અથવા પેઢામાંથી લોહી આવે છે ત્યારે કહીં શકાય છે કે તે વ્યક્તિ સરખી રીતે બ્રશ નથી કરતો અથવા વધારે વખત બ્રશ કરે છે. પરંતુ એ જાણવું મહત્વપૂર્ણ છે કે પેઢામાંથી લોહી કામે આવે છે. શું શરીરમાં વિટામીન સી નું કમી તેનુ સંભવિત કારણ છે?


વિટામિન સી ના સેવનથી સમસ્યા દૂર કરી શકાય છે
વિટામિન સી નું સેવન વધારીને સમસ્યા દૂર કરી શકાય છે.એક સ્ટડી અનુસાર, પેઢામાંથી લોહી નિકળવું અથવા આંખમાંથી લોહી નિકળવું, તેને રેટિનલ હૈમરેજિંગ કહેવાય છે...વિટામીન સી ની કમી  પૂરી કરવાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે.


વિટામીન સી થી ભરપૂર ચીજોનું સેવન કરો
18 થી 65 વર્ષની વયની લોકોએ દરરોજ 40 મિલિગ્રામ વિટામિન સી સેવન કરવું જરૂરી છે.વિટામિન સી શરીરમાં સંગ્રહિત કરી શકાતું નથી, તેથી તમારે દરરોજ તેની જરૂર પડે છેનારંગી, મૌસમ્બી, લીંબુ, આમળા, કીવી જેવા ખાટાં ફળપપૈયા, બ્લેકકોરન્ટ, કેપ્સિકમ,સ્ટ્રોબેરી, બ્લેકબેરી, બ્લુબેરી, રાસબરી,બ્રોક્લી  ખાવાથી ફાયદો થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube