નવી દિલ્હીઃ વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં તેના દર્દીની સંખ્યા પણ ઘણી છે. ભારતને ડાયાબિટીસની રાજધાની પણ કહેવામાં આવી રહી છે. ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાનપાનને કારણે ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યાં છે. આ એક એવી મેડિકલ કંડીશન છે, જેમાં બ્લડ સુદર ઓછું કે વધુ થવા લાગે છે. તેનાથી શરીરના અન્ય અંગો માટે ખતરો પેદા થાય છે. તેવામાં તમે ઇંસુલનનો છોડ (Insulin Plant) લગાવી શકો છો. ઇંસુલિનના પાંદડાની મદદથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. તેનાથી ટાઇપ-2 ડાયાબિટીસની સમસ્યાની સારવાર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોડના પાંદડા ચાવવાથી શરીરમાં ઇંસુલિન બનવા લાગે છે


હકીકતમાં ઇંસુલિન પ્લાન્ટ એક મેડિસિનલ પ્લાન્ટ છે. તેનો ઉપયોગ ઘણા વર્ષોથી દવા બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેનાથી ડાયરેક્ટ ઇંસુલિન મળતું નથી. પરંતુ આ છોડના પાંદડા ચાવવાથી શરીરમાં ઇંસુલિન બનવા લાગે છે. આ છોડમાં ઘણા એવા ગુણ હોય છે જે ડાયાબિટીસ સહિત અન્ય ગંભીર બીમારીથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. ઇંસુલિન પ્લાન્ટમાં નેચરલ કેમિકલ્સ હોય છે. 


આ પણ વાંચોઃ સ્કિન પર સૌથી પહેલા જોવા મળે છે કેન્સરના લક્ષણો, સામાન્ય સમસ્યા ગણી ઈગ્નોર ન કરતાં


ઇંસુલિનના પાંદડા ડાયાબિટીસ માટે છે રામબાણ
ઇંસુલિન એક એવો છોડ છે જેના પાંદડા ચાવી કેટલીક હદ સુધી સુગર કંટ્રોલ કરી શકાય છે. ઇંસુલિન પ્લાન્ટ્સનું આયુર્વેદમાં ખુબ મહત્વ છે. તેને ક્રેપ આદુ, કેમુક, કુએ, કીંકદ, કુમુલ, પકરમુલા અને પુષ્કરમુલા જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. સ્વાદમાં તેના પાંદડાનો ટેસ્ટ ખાટ્ટો હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તેના પાંદડા ઔષધીથી ઓછા નથી.


સવારે-સાંજે તેનું નિયમિત સેવન કરો


ઇંસુલિનન છોડના બે પાંદડા ધોઈ પીસી લો. હવે એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી સવારે-સાંજે તેનું નિયમિત સેવન કરો. તેના નિયમિત સેવનથી ડાયાબિટીસની બીમારીમાં સુધાર જોવા મળે છે. 


ઘર પર લગાવી શકો છો ઇંસુલિનનો છોડ
ઇંસુલિન છોડ વર્ષમાં ગમે ત્યારે લગાવી શકાય છે. એક ઝાડીવાળો છોડ છે. જેની ઊંચાઈ અઢીથી ત્રણ ફૂટ સુધી હોય છે. વરસાદની સીઝનમાં આ છોડ વાવવો  સૌથી સરળ માનવામાં આવે છે. તમે ઘર પર કુંડામાં ખાતર અને માટી  મિક્સ કરી તેને લગાવો અને પાણી આપતા રહો.  તે સરળતાથી કુંડામાં ઉગી શકે છે. 


આ પણ વાંચોઃ ABY: તમારા માતા પિતાને કંઈ થયું તો મફત સારવાર કરાવી શકશો, આ સરકારી યોજનાનો લાભ લો


ઇંસુલિન છોડના ફાયદા
ઇંસુલિન પ્લાન્ટમાં રહેલા ગુણ બીપી, આંખ, આંતરડા, હાર્ટની સમસ્યા માટે ફાયદાકારક છે. ઘણી સ્ટડીમાં કહેવામાં આવ્યું કે ઇંસુલિન પ્લાન્ટમાં રહેત ગુણ અને પોષક તત્વો ઘણી ગંભીર બીમારીઓ માટે ફાયદાકારક છે. ઇંસુલિન છોડના પાંદડામાં પ્રોટીન, ફ્લેવોનોયડ, એન્ટીઓક્સીડેન્ટ એસ્કોરબિક એસિડ, કાર્સોલિક એસિડ, ટેરપોનોયડ હોય છે, જે બ્લડ સુગરને ઘટાડવામાં મદદ કરે છે. 


ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો.