45 વર્ષ પછી પુરુષોમાં ઇન્સ્યુલિન રેજિસ્ટેન્સ ઘાતક, વધી જાય છે હાર્ટ ડિસીઝનું જોખમ
Heart Disease: ઇન્સ્યુલિન પ્રતિરોધના કારણે એઓર્ટિક સ્ટેનોસિસના વધતા જોખમને મેટાબોલિક મેનેજમેન્ટ દ્વારા ઘટાડી શકાય છે.
Heart Disease: તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઇન્સ્યુલિન પ્રતિરોધ (ઇન્સ્યુલિન રેજિસ્ટેન્સ) પુરુષોમાં એઓર્ટિક સ્ટેનોસિસનું જોખમ વધારી શકે છે, જે 45 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં એક સામાન્ય હાર્ટ ડિસીઝ છે.
આ શોધ એનલ્સ ઓફ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયું છે અને તેમાં આ જણવવામાં આવ્યું છે કે, કેવી રીતે ઇન્સ્યુલિન રેજિસ્ટેન્સ હાર્ટ એટેકનું કારણ બનવાવાળું એઓર્ટિક સ્ટેનોસિસનું જોખમ વધારી શકે છે. આ રિચર્સ હાર્ટ ડિસીઝની સારવાર અને જોખમ ઘટાડવા માટે નવા માર્ગો ખોલી શકે છે.
ઇન્સ્યુલિન રેજિસ્ટેન્સને કારણે હૃદયની બીમારી
આ શોધમાં ફિનલેન્ડની કુઓપિયો યુનિવર્સિટી હોસ્પિટલના શોધકર્તાએ 45 થી 73 વર્ષની વયના 10,144 પુરૂષોના ડેટાનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે જે પુરુષોમાં ઇન્સ્યુલિન પ્રતિરોધ વધારે હતો તેમને એઓર્ટિક સ્ટેનોસિસ થવાનું જોખમ વધારે હતું. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે હૃદયમાંથી શરીરને લોહી પહોંચાડતી ધમનીઓ સંકોચવા લાગે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે અને હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે.
બાજરીમાં હોય છે અનેક પોષત તત્વો, માત્ર 30 દિવસ ઘઉંની જગ્યાએ ખાઓ બાજરી; પછી જુઓ કમાલ
બાયોમાર્કરની ઓળખ
શોધકર્તાઓએ એઓર્ટિક સ્ટેનોસિસથી પ્રભાવિત લોકોમાં ઇન્સ્યુલિન પ્રતિરોધ સાથે સંબંધિત કેટલાક બાયોમાર્કર્સને ઓળખ કરી, જેમાં ફાસ્ટિંગ ઇન્સ્યુલિન, પ્રોઇન્સ્યુલિન અને સીરમ સી-પેપ્ટાઇડનો સમાવેશ થાય છે. આ બાયો માર્કર્સ એઓર્ટિક સ્ટેનોસિસના મહત્વના અનુમાનો તરીકે સેવા આપતા હતા. આ રિચર્સમાં સ્પષ્ટ થયું છે કે, ઇન્સ્યુલિન પ્રતિરોધ એઓર્ટિક સ્ટેનોસિસ માટે એક મહત્વપૂર્ણ જોખમ કારક હોઈ શકે છે.
હેલ્થ મેનેજમેન્ટ જરૂરી
સંશોધનના મુખ્ય લેખક ડો. જોહાન્ના કુસીસ્ટોએ જણાવ્યું હતું કે, "આ નવી શોધ એઓર્ટિક સ્ટેનોસિસ માટે એક મહત્વપૂર્ણ જોખમ પરિબળ તરીકે ઇન્સ્યુલિન પ્રતિરોધને હાઇલાઇટ કરે છે." તેઓએ એમ પણ કહ્યું કે, ઇન્સ્યુલિન પ્રતિરોધ વધુને વધુ સામાન્ય બની રહ્યા છે, તેથી મેટાબોલિક સ્વાસ્થ્યનું યોગ્ય સંચાલન એઓર્ટિક સ્ટેનોસિસના જોખમને ઘટાડવા અને વૃદ્ધોમાં હૃદયની તંદુરસ્તી સુધારવા માટે એક નવી રીત હોઈ શકે છે.
ડ્રિંક કર્યા બાદ કેમ થાય છે હેંગઓવર? સમજો આલ્કોહોલ પાછળનું વિજ્ઞાન, આ રીતે મળશે રાહત
સ્ટડીના તારણો
આ રિચર્સમાં 116 પુરુષોમાં 10.8 વર્ષના સરેરાશ ફોલો-અપ સમયગાળા પછી એઓર્ટિક સ્ટેનોસિસ જોવા મળ્યું હતું. શોધના પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે, વજન ઘટાડવું અને નિયમિત કસરત ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરી શકે છે, જે આ રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. ડો. કુસિસ્ટોએ આ સંશોધનના આધારે વધુ સ્ટડીની જરૂરિયાત વ્યક્ત કરી છે જેથી કરીને હૃદય ડિસીઝ અને અન્ય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે અસરકારક ઉકેલો શોધી શકાય.