દર વર્ષે ઓક્ટોબર મહિનાને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે મનાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ લાવવાનો છે. એમાં પણ 19 ઓક્ટોબરને ઈન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ બ્રેસ્ટ કેન્સર તરીકે મનાવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર 28માંથી એક શહેરી મહિલાને બ્રેસ્ટ કેન્સર છે. આ આંકડા ચોંકાવનારા છે. એટલે જ આજે એટલે કે ઈન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ બ્રેસ્ટ કેન્સરના દિવસે બ્રેસ્ટ કેન્સર વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં વધારો થયો છે. જેના વિષે જાગૃતિ લાવવા માટે ઓક્ટોબરને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે મનાવવામાં આવે છે.


શું છે બ્રેસ્ટ કેન્સર?
WHOના અનુસાર બ્રેસ્ટ કેન્સર મહિલાઓને  થતા કેન્સરમાં સૌથી સામાન્ય છે. દર વર્ષે કેન્સરથી થતા મોતમાંથી 15 ટકા બ્રેસ્ટ કેન્સરથી જ થાય છે. બ્રેસ્ટની કોશિકાઓના અનિયંત્રિત રૂપથી થતા વિકાસને બ્રેસ્ટ કેન્સર કહે છે. બ્રેસ્ટ કેન્સર ડક્ટ્સની લાઈનિંગ સેલ્સ કે પછી બ્રેસ્ટના ગ્લેંડુલર ટિશ્યૂના લોબ્યૂલમાં વિકસિત થાય છે. કેટલાક મામલાઓમાં કેન્સર કોશિકાઓ શરીરના અન્ય ભાગોમાં પણ પહોંચી શકે છે.


બ્રેસ્ટ કેન્સરના શરૂઆતના લક્ષણો
જો બ્રેસ્ટ કેન્સરને શરૂઆતના સ્ટેજમાં નિદાન કરી લેવામાં આવે તો તેનાથી સ્વસ્થ થઈ શકાય છે. જેના શરૂઆતના લક્ષણોમાં બ્રેસ્ટના આકારમાં પરિવર્તન આવે છે. બ્રેસ્ટમાં સતત દુખાવો થાય છે. ખાસ કરીને તો નિપ્પલમાંથી દૂધ સિવાયનું લિક્વિડ નિકળે અથવા તો તેના આકાર કે રંગમાં ફેરફાર થાય તો તે બ્રેસ્ટ કેન્સરનું મહત્વનું લક્ષણ છે. બ્રેસ્ટમાં દર્દ થાય, સોજો લાગે કે ગાંઠ જેવું લાગે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી બની જાય છે.


બ્રેસ્ટ કેન્સરથી કેવી રીતે બચો?
બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે સારી લાઈફ સ્ટાઈલ જરૂરી છે. જેના માટે વજન પર નિયંત્રણ રાખો. દારૂ અને સિગારેટથી દૂર રહો. નિયમિત કસરત કરો. ભોજનમાં ફળ અને શાકભાજીને સામેલ કરો. સાથે જ જો તમારા બ્રેસ્ટમાં કોઈ ફેરફાર થાય છે તો ડૉક્ટરની સલાહ તરત જ લો.